________________ अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः / કષાય અને ઇન્દ્રિયથી જીતાએલો આ આત્મા એ જ સંસાર છે” આ સૂક્તિમાં આંતરિક સંસારનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. જીવ સિવાયના બાકીના દ્રવ્યોમાં સંસાર કે મોક્ષ જેવા કોઇ અવસ્થા ભેદ જ નથી. ફક્ત પુદ્ગલદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં પ્રયોગથી, વિસસાથી અને મિશ્ર, એમ ત્રણ રીતે ગમનાગમન કરે છે, છતાં પુદ્ગલને સંસાર કહેવાતો નથી કારણ કે એ સંસરણમાંથી ક્યારે પણ કોઇપણ પુદ્ગલની મુક્તિ-છુટકારો એટલે કે કાયમી સંસરણ બંધ થવાની અવસ્થા જ નથી. જેમ જીવની પુદ્ગલથી મુક્ત અવસ્થાને મુક્તિ કહેવાય છે, અને એ પછી એ જીવ કાયમ માટે પુગલના બંધનથી મુક્ત જ રહે છે, તેમ પુદ્ગલો જીવથી છુટા પડ્યા પછી ક્યારે પણ કોઈપણ જીવ જોડે ન જોડાય તેવા બની શકતા નથી. તેથી પુદ્ગલોની મુક્ત અવસ્થા પણ નથી. આત્મા પુદ્ગલ સાથે બંધાય છે તેમ પુદ્ગલ આત્મા સાથે બંધાય છે, છતાં આત્માની જ બંધ અવસ્થા કહેવાય છે, પુદ્ગલની બંધ અવસ્થા નથી કહેવાતી. કારણ આ સંયોગ થવાના કારણે આત્માના ગુણો વિકૃત થાય છે કે નાશ પામે છે, પરંતુ પુદ્ગલના ગુણો વિકૃત કે નાશ નથી થતા. માટે આત્માને બદ્ધ કહેવાય છે, આત્માને જ મુક્ત કહેવાય છે, અને આત્માને જ સંસાર કહેવાય છે. આત્મા જ્યાં સુધી પુદ્ગલથી બંધાયેલો છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે, અને તે અનાદિકાળથી બંધાયેલો છે. પરંતુ કોઇપણ આત્મા પુદ્ગલથી સંપૂર્ણ મુક્ત થયા બાદ ક્યારે પણ ફરી બંધાતો નથી અને મુક્ત થયા વગરનો અનાદિકાળથી કાયમનો મુક્ત કોઇપણ આત્મા હોતો નથી. અનાદિકાળથી બંધાયેલ આત્માને બે પ્રકારના બંધન છે-(૧) તે તે ભવ પુરતા જ શરીરના બંધન અને (2) ભવાંતરો સુધી સાથે રહે તેવા શરીરના બંધન. આમાં પ્રથમ બંધન સ્થલ રીતે ઔદારિક, વૈક્રિય કે આહારક શરીરનું હોય છે અને બીજાં બંધન તૈજસ અને કાશ્મણ શરીરનું હોય છે. આ તૈજસ શરીર ભેવોભવ સાથે આવે છે. કાર્પણ શરીરની જેમ આ તૈજસ શરીર પણ અનાદિ છે અને momen c e mennenemine