________________ પણ ન હોવા જોઈએ. પ્રતિકૂળ સામગ્રીની અંદર આર્તધ્યાન ન થવું જોઇએ; અનુકૂળ સામગ્રીની પાછળ મમતા ન હોવી જોઇએ. જેને મોહનીયનો ક્ષયોપશમ કરવો હોય, વૈરાગ્ય જોઈતો હોય, દુર્ગતિ ન જોઈતી હોય, વિવેકની આંખ ખુલ્લી રાખવી હોય તો તેણે બધા પર "Lable" મારવું કે “આ મારુ નથી.” શરીર પર પણ Lable મારવું કે “આ મારુ નથી.” “તો પછી આપણું શું?” એમ કોઈ પૂછે ત્યારે આત્મામાં રહેલા શુભ ભાવોને ઉત્પન્ન કરનાર ધર્મસ્થાનો ને ધર્મક્રિયા આપણા છે. દેરાસરમાં આપણાપણાની બુદ્ધિ એ આત્માને સુધારવાનું કારણ છે, અને એનાથી મોહનીયનો ક્ષયોપશમ થાય છે. ભગવાન આપણા તો પૂજારી કોનો ? પૂજારીને દર બેસતા મહિને ૧૦૧/રૂ. કોણ આપે? ઘરના નોકરને કેટલું આપો? ને પૂજારીને કેટલું આપો? વાત એ છે કે હૃદયમાં દેરાસર, ઉપાશ્રય હજી આપણા લાગ્યા નથી. ઘેર મહેમાન આવ્યા હોય તેમની જમવાની કાળજી કરો ને, મોડા આવે તો રાહ જુઓ તો સાધુ મહારાજને ત્રણ વખત ગોચરી માટે કોણ વિનંતી કરવા આવે? સાધુ પૂજ્ય લાગે છે, પણ પોતાના લાગ્યા નથી. દેરાસર, ઉપાશ્રય પૂજ્ય લાગે ખરાં, પણ હૃદયમાં આપણું નહિ, પણ સંઘનું હોય તેવું લાગે છે. આપણા જીવનમાં શું કરવાનું? બીજાનો વિચાર કરવાનો છે કે પછી આંખ આડા કાન કરી બાહ્ય ભોગોમાં મસ્ત રહેવું છે ? ખાલી ભેગું જ કરવાનું કે બીજા પ્રત્યે સ્નેહ-કરુણા કરવાની છે ? ભેગું કરીને ભોગવવું છે કે પરોપકાર કરવો છે? પરોપકાર જીવો પ્રત્યે કરીએ તો તેમના પ્રત્યે આદર-મમતાને સ્નેહભાવ કેળવાય છે. આરોગ્યનું પુણ્ય જેમ તપથી આવે છે તેમ આરોગ્યનું પુણ્ય બીજાને ખવરાવવાથી મળે છે. બીજા પર મમતા-કરુણા-આનંદ ઊભા કરો એટલે સહજ પુણ્ય મળે. બીજાને વાત્સલ્ય આપીએ તો આત્મામાં ધર્મની યોગ્યતા આવે. તપ-ત્યાગ દેહની મમતા છોડવા માટે છે. ધર્મના સાધનોને પોતાના માને, ધર્મના સાધનોનું રક્ષણ કરે, ધર્મી આત્માનું ધ્યાન રાખે, રક્ષણ કરે તે ધર્મી કહેવાય. આપણી વાત એ છે કે સંઘ પર મમતા આવે ત્યારે સંઘમાં કોઈ દુઃખી ન રહે ને ઘરમાં કોઈ સંસ્કાર વિનાનું ન રહે. આવો ભાવ કરીએ તો ઉત્તમ કોટીની આરાધના થાય, ને એ રીતે આગળ વધાય. જીવણ | જીણા જીવ8