________________ | સંગ્લાય સમો ત નત્યિ છે ) મોક્ષનો ઉપાય શું? ક્રિયા કે જ્ઞાન ? તપ કે સ્વાધ્યાય ? નિશ્ચય કે વ્યવહાર? ' આ પ્રશ્નોનો જવાબ એ આપી શકાય કે જેનું જ સ્વરૂપ હોય તેનો તે ઉપાય હોય, બીજા ઉપાયો સહકારી કારણ હોય. મોક્ષમાં ક્રિયા નથી, જ્ઞાન છે, તેથી જ્ઞાન એ મોક્ષનું પ્રધાન કારણ છે. જ્ઞાન ક્યું અને કેટલું એ પછી વાત. મોક્ષમાં કાયકલેશ જેવો બાહ્ય તપ નથી, પરંતુ સ્વરૂપમગ્રતા-સ્વરૂપ સ્થિરતારૂપ અત્યંતર તપ છે, જે ધ્યાનની પરાકાષ્ઠા સ્વરૂપ છે. મોક્ષમાં વ્યવહાર નથી, પરસ્પર કે વ્યક્તિગત કોઈ પ્રવૃત્તિ નથી, મોક્ષ આત્મગુણમાં સ્થિરતા કે રમણતારૂપ પરાકાષ્ટાનો નિશ્ચય છે. જ્ઞાન ગુણ, સ્વાધ્યાય ગુણ, નિશ્ચય આ બધા લોકમાં અવ્યવહાર્ય છે, અને અસલીની જેમ નકલી પણ હોય છે. (1) માટે મિથ્યાત્વીના લા પૂર્વ સુધીના જ્ઞાનને પણ અજ્ઞાન કહ્યું. (2) શ્રદ્ધા વગરનો સ્વાધ્યાય એ અત્યંતર તપ નથી. (3) શક્ય સંયોગોમાં જે નિશ્ચય વ્યવહાર ન લાવે તે સાચો નિશ્ચય નથી. જેમ જ્ઞાનની પરિણતિવાળા નિઃશુક, નિર્દય બનતા નથી, તેમ કેવળજ્ઞાની વેષ લેવાની ના પણ પાડતા નથી. માટે જ્ઞાનને ભાવિત કરવા ક્રિયા છે. સ્વાધ્યાયને સહાયક-પોષક તપ છે. વ્યવહાર નિશ્ચયને પામવા માટે છે. માટે જે ક્રિયા પછી જ્ઞાનની પરિણતિ ન હોય, જ્ઞાનનો ઉદેશ ન હોય, જ્ઞાનીને અનુસરવાનું ન હોય, જ્ઞાનનું નિયંત્રણ ન હોય તે ક્રિયા મોક્ષમાર્ગ ન કહેવાય.