________________ ધર્મગુણોની તેમજ આત્મોન્નતિની પ્રવૃત્તિમાં આત્માની યોગ્યતા, ધર્મનો પ્રભાવ વગેરે વિચારવાનો હોય છે અને તદનુસાર પ્રવર્તવાનું હોય છે. પરંતુ જ્યાં એ રીતે ન થાય, સામો ન સ્વીકારે કે વિપરીત વર્તે તો આત્મા તો સ્વરૂપે સિદ્ધ સ્વરૂપી છે, છતાં આ વિપરીત કાર્યથી) એ આત્મા પર તિરસ્કાર ન આવે અને એની સાથેના વ્યવહારમાં વિશેષ અસભ્યતા ન આવે તે માટે આ ભવસ્થિતિ વિચારવાની છે. ભવસ્થિતિ એટલે સંસારમાં રહેવાનું કાળમાપ, ભવ એટલે ઉત્પન્ન થયેલી જીવની અવસ્થા, જે ભવિતવ્યતાના નામે ઓળખાય છે. આ વિચારવાથી જીવને પોતાનો અહમ્ નાશ પામે છે. કારણ કે મારા કહ્યા પ્રમાણે-ધારવા પ્રમાણે થવું જ જોઇએ તેવો આગ્રહ-અસદ્ગહ નાશ પામે છે અને એથી જ સામા જીવ પ્રત્યે જે તિરસ્કાર-ષ વગેરે અસભ્ય ભાવો અને અસભ્ય વર્તન હોય તે પણ નાશ પામે છે. વિશ્વભૂતિ કાકાથી ઠગાયા અને ઉદ્યાનમાંથી બહાર નીકળી યુદ્ધ કરવા કાકાને સમજાવી-મનાવીને ગયા. સામો રાજા સહજતાથી વશ થવાથી પોતે ઠગાયો છે નક્કી સમજી ગયા. હવે કાકા અને તેના પુત્રો (ભાઈ) વગેરેની કર્મ પરાધીનતા અને સંસાર સ્વરૂપ વિચારી દીક્ષા માટે તૈયાર થયા. પરંતુ પોતાનું બળ બતાવવાનું પગલું માંડયું. કોઠું તોડી બતાવ્યું. જેમ કાકાએ છોકરા માટે તેને ઠગ્યો એ ખોટું પગલું હતું તેમ વિશ્વભૂતિ સંસાર છોડતી વખતે કોઠું તોડી ભેદ ખુલ્લો કરી અપમાન કરીને નીકળ્યા, આ પણ દીક્ષા લેનાર માટે યોગ્ય ન હતું. પણ ભવસ્થિતિ, ભવિતવ્યતા આગળના નિયાણાના કારણમાં આ નિમિત્ત થયું. - જ્યારે અંતકાળે ગાયે પાડ્યા ત્યારે આ જ સગોભાઈ સહાય કરવાને બદલે હસે છે તેનું કારણ પૂર્વે કરેલ અપમાન છે. નહીંતર સગાભાઈને ઉભો કરવાનું મન ન થાય ? આ તિરસ્કારથી હસવાનું અને એ અપમાન લાગવાથી વિશ્વભૂતિનું ગાય પકડી-ઉછાળી-હાથમાં ઝીલી-મૂકી દઈને નિયાણું તેમજ અણસણ કરવામાં કારણ કોણ ? ભવસ્થિતિ. જ્યાં સંસારી જીવોમાં અઘટતું બને ત્યાં પણ ભવસ્થિતિ વિચારવી અને ધર્મો : આત્મામાં પણ પાપના ઉદયથી અયોગ્ય કે અજુગતું બને ત્યારે તિરસ્કાર, અરુચિ કે ઉદ્વિગ્નતા ન કરતા, તેની ભવસ્થિતિ એવી છે તેમ વિચારવું.