________________ // पापिष्ठेषु भवस्थितिः चिन्त्या // - પાપી જીવોની પણ ભવસ્થિતિ વિચારવી માણસની વિચારધારા વ્યવહારથી એના વાણી અને વર્તન દ્વારા કલ્પાય છેજણાય છે. વ્યવહારમાં વાણી અને વર્તન દ્વારા માણસ ધર્મી છે કે પાપી છે તે નક્કી કરાય છે. જ્યાં વ્યવહારથી કોઇને ધર્મી-સારા સજ્જન માણસ તરીકે સમજયા પછી તે અલ્પ ભવમાં મોક્ષે જનાર છે, તે યોગ્ય છે વગેરે બુદ્ધિ અને આદર થાય છે તે ગુણ છે. પરંતુ જે આત્મા વ્યવહારથી વાણી અને વર્તન દ્વારા ધર્મ નથી પામ્યા, અઢાર પાપસ્થાન વિષયક પ્રવૃત્તિ, પ્રશંસા, પ્રેરણા અને પ્રોત્સાહનમાં મશગુલ છે, જેને ભવાભિનંદી અને સંસારરસિક તરીકે સમજી શકાય તેમ છે તેવા આત્માને જોઈને તેમના પરિચયમાં આવનાર સંસારી જીવો જો તેવાથી સ્વાર્થ સિદ્ધ થતો હોય તો સારા ગણે, પ્રેમ રાખે અને નુકસાન થતું હોય તો જ કરે; અને પરિચયમાં ન હોય તો ઉદાસીન રહે, છતાં પણ સુખી માણસ હોય તો તેના ઉપર આદર રહે. પરંતુ એ જીવોની લૌકિક લોકોત્તરવિદ્ધ પાપ પ્રવૃત્તિ જોઈને, આલોક-પરલોક વિરુદ્ધ નિંદ્ય પ્રવૃત્તિ જોઈને ધર્મી આત્મા-સજ્જન આત્મા-સમજદાર આત્માને એના પર દયા આવે અને જેમ ડોકટર દર્દીને દવા દ્વારા રોગથી છોડાવવા ઇચ્છે તેમ પ્રેમ-પ્રેરણા-પ્રોત્સાહન-સમજણ-સહાયથી સજ્જન આત્મા પાપથી છોડાવવા ઇચ્છે. છતાં તેવા પ્રયત્નમાં નિષ્ફળ જાય, સામેથી પ્રતિકૂળ જવાબ મળે-મશ્કરી થાય ત્યારે સજ્જન આત્માને તેના પર દયા આવે અને વિચારે કે એનો કાળ પાક્યો નથી, સંસાર ભ્રમણ હજી વધારે છે, કર્મ ભારે છે. આ રીતે જ્યારે બીજા માટેના પ્રયત્ન કરવા જતા નિષ્ફળતા મળે ત્યારે એના પર દુર્ભાવ ન થાય તે માટે એની ભવસ્થિતિની વિચારણા કરવી. - પ્રત્યક્ષ જ્ઞાની શ્રી ઋષભદેવ પ્રભુએ મરિચિને દીક્ષા આપી ત્યારે તેઓ જાણતા હતા કે આનાથી અનેક આત્મા ધર્મ પામશે, સાધુ થશે, પરંતુ પાછળથી ત્રિદંડીયાનું કારણ બનશે અને સંસાર વધારશે. છતાં તે ભવસ્થિતિ એવી હતી તેથી પ્રભુએ દક્ષા આપતા તે વાત જાહેર ન કરી તેમજ દીક્ષાની ના પણ ન પાડી. છ ઠ્ઠઅ 23 3443