________________ નિંદનીય બને છે. ધર્મી માણસ બધી જ જગ્યાએ વિચારપૂર્વક અને અંકુશપૂર્વક વર્તે તો એ ધર્મને પચાવી શકે. આપણે પાપની પ્રવૃત્તિમાં કેટલા અંશમાં પ્રવર્તવાનું? બધાં પાપસ્થાનક નિંદનીય-હેય છે. આનો અર્થ એ કે આ પાપસ્થાનોને જીવનમાં અંકુશમાં રાખવા પડે. અગ્નિ જો અંકુશમાં રહે તો કામ લાગે (રાંધવા વગેરેમાં) અને જો અંકુશ બહાર જાય તો ઘર પણ બાળી નાખે. રાગની તીવ્રતાએ બ્રહ્મદત્ત ચક્રવર્તીનું શું થયું? આંધળો હોવા છતાં છેલ્લે ‘કુરુમતિ, કુરુમતિ' કરીને થાંભલાને ભેટવા લાગ્યો. બધા માટે નિંદનીય બન્યો. રાગ તીવ્ર બનતા નિંદનીય કાર્ય કરે તો દ્વેષભાવ વધતા પોતાના માબાપને ગાળ દેનારા પણ છોકરાઓ હોય છે ને ? આથી જો ગહિત પ્રવૃત્તિઓથી બચવું હોય તો તીવ્ર રાગ દ્વેષને પેદા કરે તેવી પ્રવૃત્તિઓને છોડતા આવવું, રાગ દ્વેષ પાપબુદ્ધિને પેદા કરે છે. પાપબુદ્ધિથી પાપપ્રવૃત્તિઓ થાય છે. બીજનો નાશ કરવાથી વૃક્ષ જ ન પેદા થાય તેમ પાપબુદ્ધિ નાશ પામે તો પાપપ્રવૃત્તિ ઉત્પન્ન જ ન થાય. ક -- કાકા ને છોકરા પણ, ક ફરી