________________ આસન્ન મોક્ષગામીની ભવસ્થિતિ ઔચિત્યસભર અને આરાધનાપ્રધાન હોય છે. જેમ જેમ મોક્ષ દૂર જાય છે, દૂર હોય છે તેમ તેમ ઔચિત્યની મંદતા અથવા કયારેક હોવું, ક્યારેક ન હોવું, આરાધનાના ભાવની સાંતરતા મંદતા, પાપની પ્રવૃત્તિ, રસ વગેરેની વિશેષતા વગેરે વધારે દેખાય, ગુણોની સાંતરતા, મંદતા, અપ્રધાનતા દેખાય - આ બધા ભાવો અને પ્રવૃત્તિ જોઈને, ભવસ્થિતિ વિચારીને આત્મામાં સમતા કેળવવી. નિર્બળ વસ્તુ સાચવીને વાપરો તો ઘણી ચાલે અને તોડો તો નકામી થાય. નિર્બળ જીવોને સંભાળો તો થોડી ઘણી આરાધના, વિવેક, ગુણો સાચવતા રહે અને સદ્ગતિ પામે; પણ તિરસ્કાર, ઉપેક્ષાથી એના ભાવને, ઉલ્લાસને તોડી નાખો તો તમો સહાયક ન થાવ, તેઓ પણ ગુણ અને પુણ્યના ભાજન ન થાય અને દુઃખની અને દુર્ગતિની પરંપરાના ભાગી થાય. માટે પાપી જીવોની ભવસ્થિતિ વિચારવી અને તે પૂર્વક તેની સાથે યોગ્ય વ્યવહાર રાખવો તે સ્વ-પર ઉભય કલ્યાણકારી છે. અન્યથા સ્વ-પર બન્નેને અને અનેકને બાહ્ય-આંતરિક અનેક પ્રકારે હાનિ, દુઃખ, અસમાધિ અને દુર્ગતિની પરંપરા પણ ઉભી થાય. HTT