________________ મતિજ્ઞાન લેવું. લાભ વગેરેની લબ્ધિના મદથી લાભ રહિત બને, ભોગના ગર્વથી ભોગહીન બને, જે જે વસ્તુનો ગર્વ કરે છે તે વસ્તુને શક્તિને અયોગ્ય બને એટલું જ નહિ પરંતુ જો એ સુધરે નહિ, પશ્ચાત્તાપ થાય નહિ, કોઈ સમજાવનાર મળે નહિ તો ક્રમે કરી બધી શક્તિઓ અને ગુણોથી રહિત થાય, ગુણો નાશ પામે, આવરાઈ જાય, અંતરાયોનો ઉદય થાય. માટે વિનય જેમ ગુણોની ખાણ છે તેમ ગર્વ એ દોષોનું સ્થાન છે, ગુણોના નાશનું કારણ છે. ગુણી આત્મામાં ગર્વ છે કે નહિ તે જાણવાના ઉપાયો છે. શક્તિવાળા પાસે હીન શક્તિવાળો જાય તો શક્તિવાળો તેના ઉપર ઉપકારની દૃષ્ટિવાળો, સહાયની દૃષ્ટિવાળો, કંઈક કરી છુટવાની ઇચ્છાવાળો થાય અને એ જાતની પ્રવૃત્તિ હોય તો સહાનુભૂતિકરુણા-સહાયપણું દેખાય. પોતાની પ્રશંસા-મોટા-આવડત ન દેખાડે કે બીજાની નિંદા-હીનતા કે અનાવડતપણું ન જણાવે. શિક્ષકની પાસે વિદ્યાર્થી આવે, એમાં જે વિદ્યાર્થી કાંઈક પૂછવા આવ્યો હોય તેને જવાબ આપે, બરાબર સમજે તેમ કહે, બીજા પૂછવાનું મન થાય તેમ વાત કરે, ચાવીઓ બતાવે, વ્યાપ્તિઓ-મર્મ બતાવે. એમ જ આવ્યો હોય તો પણ નકામી વાતો ન કરતાં તત્ત્વની રુચિ જન્મ, વસ્તુ સમજે, સમજવાની-જાણવાની ઇચ્છા થાય તેવી વાતો કરે, આ રીતે શિક્ષકના પરિચયમાં આવનાર વિદ્યાર્થી જો જ્ઞાન પામે, નિઃશંક બને, ઉંડાણ પામે, ભણવાની ઇચ્છાવાળો થાય તો ભણાવનાર બને તેવો મોનીટર થાય. આવી પ્રવૃત્તિની ઇચ્છા જન્માવે તે શિક્ષકની કરુણા છે. આ કરુણા સ્વ-પરના ગુણની વૃદ્ધિ કરે છે. શિક્ષક-શિક્ષક ભેગા થાય ત્યારે બીજાને શું નથી આવડતું તે ન જુએ. તે જાએ તે ઈર્ષ્યા છે પરંતુ પોતાને જે ન આવડે, જેમાં શંકા હોય તે પરસ્પર વિચારીને શંકા રહિત થાય. શિક્ષક શિક્ષક મલે તો પરસ્પર પ્રેમ રાખે, મેળ રાખે, એક બીજાના કાર્યના પૂરક થાય, એક બીજા ભેગા થઈ વિચારણા કરી વિદ્યાર્થીઓની જ્ઞાનશક્તિ-જ્ઞાનરૂચિ-હુંશિયારી-આવડત કઈ રીતે વધે, એના અવરોધક તત્ત્વો દૂર કરવા પરસ્પર શિક્ષકો એક થઈને કાર્ય કરે તો આ શિક્ષકોમાં પરસ્પર મૈત્રી થઈ વિદ્યાર્થી પ્રત્યે કરુણા થાય. પરંતુ જો શિક્ષકો પરસ્પર મળી ન શકે, પરસ્પર પ્રશ્નોનો વિચાર-વિનિમય કરી ન શકે, એના ઉકેલો અને વ્યવહારુ રસ્તા ન કાઢી શકે તો શિક્ષકો પરસ્પર અભિમાની અને મેળ વગરના છે. જેમ કરુણા વગરના