________________ શિક્ષકો વિદ્યાર્થી ઉપર ઉપકાર ન કરી શકે તેમ મેળ વગરના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ઉપકાર ન કરી શકે, વિદ્યાર્થીઓને ગુણસંપન્ન બનાવી ન શકે. શિક્ષકોએ વિદ્યમાન મોટા શિક્ષકો કે પ્રિન્સિપાલ કે સારા ઊંચા શિક્ષકોના ગુણ ગાવા, એમની મહત્તા રાખવી. આવું કરનાર શિક્ષક પ્રમોદભાવવાળા કહેવાય, આવું ન કરવાવાળા ગર્વથી ગ્રસિત કહેવાય. તેથી ઊંચા સારા શિક્ષકોના જે દૂષણો ગુણાભાસ એટલે ગર્વ વગેરે દોષથી અસાર થયેલ ગુણ અથવા ગુણનો આભાસ એટલે ગુણરૂપ જણાતો વાસ્તવમાં દોષ છે. આ રીતે ગર્વ ન હોય તો દરેક ગુણવાળાના ગુણો વધતા જાય છે. ગુણવાળા જીવો ગુણને અયોગ્ય જીવની અને ગુણાભાસ જીવોની ઉપેક્ષા કરી, શકે છે તેને બદલે અરુચિ-ઉદ્વેગ-તિરસ્કાર-અવજ્ઞા કરે તો સમજવું કે આ પણ ગુણનો આંશિક ગર્વ છે, આ રીતે વિનયવાળા-નમ્ર રહેનારા જીવોમાં ગુણો વાસ કરે છે, વિસ્તાર પામે છે, ગર્વવાળા હૃદયમાં ગુણો તુચ્છ-અલ્પ-અપ્રધાન હોય. પથરાળ જમીનમાં વૃક્ષોનું મૂળ ઊંડું જતું નથી તેમ ગર્વ-આડબર પ્રિય આત્માઓમાં ગુણો ઊંડા જતા નથી કે વિસ્તાર પામતા નથી. માટે કોઈએ ક્યારેય કોઈપણ બાહ્ય કે અત્યંતર શક્તિ-ગુણોમાં ગર્વ ન કરવો. “થોડા પણ ગર્વથી ગુણ સમુદાય પણ અસાર કરાય છે.” આમાં પણ શબ્દ બે છે, પ્રથમ “પણ”થી એ સમજવું કે વધારે ગર્વ હોય તો સુતરામ્ અસાર થાય-નાશ પામે અને દુર્ગતિ પણ મળે. બીજા “પણ”થી એ વિચારવાનું છે કે ગુણ સમુદાય જેમ અસાર થાય છે તેમ પુણ્યોદયજન્ય શક્તિઓ પણ અસાર થાય છે, નાશ પામે છે. નમ્રતાથી બીજા ગુણોના નાશક દોષો પણ નાશ પામે છે. વિનયથી નમ્રતા આવે છે, નમ્રતાથી સમર્પણ આવે, સમર્પણથી બીજા દોષોને તોડવાની રુચિ અને પ્રવૃત્તિ આવે છે. માટે દોષોની પ્રધાનતામાં માન-ક્રોધ-માયાલોભનો ક્રમ કેટલીક વસ્તુઓમાં બતાવેલ છે. મનુષ્યમાં માન પ્રધાન છે, માટે ગર્વ જાય, માન જાય તો બાકીના કાઢવા અનુકૂળ પડે છે. ગર્વથી કોઈ વસ્તુ-ગુણ સારભૂત થતા નથી તે પણ ધ્યાનમાં રાખવું.