________________ ગુણો યદ્યપિ અનંતા છે, છતાં પ-૭ અત્રે બતાવ્યા છે. જે જીવન ઉપયોગી અને મુખ્યવૃત્તિએ મોક્ષમાર્ગ સાધક છે અને એનાથી વિપરિત દોષો મોક્ષમાર્ગ બાધક છે.' (1) દમ=ઈન્દ્રિયદમન, મનનું પણ ઇન્દ્રિયના વિષયોમાંથી પાછા ફરવું. * સંસારનું મૂળ કષાય છે કે વિષયો ? એવો પ્રશ્ન થાય તો તેના જવાબમાં જણાવવાનું, વિષયોના કારણે જ કષાયો ઉત્તેજિત થાય છે, ટકે છે, વધે છે. વિષયો ઇન્દ્રિયો દ્વારા પોષાય છે, વધે છે. ઇન્દ્રિયોનું પ્રવર્તન મન દ્વારા અને આત્માના અશુભ સંસ્કાર દ્વારા થાય છે. મૂળમાં આત્માના અશુભ સંસ્કાર નાબુદ કરવાના છે. તે સંસ્કારો પ્રધાનતયા મનથી પ્રવર્તે છે તેથી મનને અંકુશમાં રાખવાનું છે. આ અશુભ સંસ્કારોથી મન પ્રેરાય છે. તે પ્રેરણાને અટકાવવી તે મનનું દમન છે. મનની આ પ્રેરણા અટકાવવા બારભાવના, મૈત્રી આદિ 4 ભાવના વગેરે અને આચારજ્ઞાન વિચારણા, અપાય વિચારણા, વિપાક વિચારણા વગેરેથી મન વારંવાર અને સતત ભાવિત બનાવવું. આ રીતે મનમાં વિષયોની રુચિ કે દ્વેષ ઊભો ન થાય અને થાય તો પણ મન છોડી દે. મન ઉપર આત્માનો અંકુશ રહે તો મનનું દમન છે. આ દમન ત્યાં સુધી કરવાનું હોય છે કે જ્યાં સુધી ભાવના દ્વારા શુભ સંસ્કારોથી ક્ષયોપશમની પ્રબળતાથી મન સ્વયં શબ્દાદિ વિષયો પ્રત્યે રુચિ-અરુચિ રહિત બને. આ ભાવના અને મનના દમન અંકુશને વેગ આપે છે ઈન્દ્રિયનું દમન, વિષયોની શક્ય નિવૃત્તિ, અશક્યમાં જાગૃતિ, પરિમિતતા વગેરે. અર્થાત્ જે વ્યક્તિ અનુકુળ પાંચ ઇન્દ્રિયના વિષયો ન મળ્યા હોય ત્યારે ઝંખે છે, જેને મળ્યા તે તે ને સારા સમજે છે, ગમે છે, પોતાને મળેથી આનંદ થાય છે, જોવા ગમે છે, અનુભવવા ગમે છે, રાખવા ગમે છે, ઈન્દ્રિયોને તેમાં પ્રવર્તાવે છે. ભૂતકાળના વિષયભોગીની અનુમોદના થાય છે, તેને સુખી લાગે છે. આ બધી વિચારધારા એ મનનું અને ઇન્દ્રિયોનું પરવશપણું છે એથી વિપરીત મનની અવસ્થા અને ઇન્દ્રિયોનું રોકાણ, વિષયોનો ત્યાગ, અપ્રશંસા, મનથી સારામાં અપાયનું ચિંતન, વિષયોની દુર્ગતિ દાયકતા વગેરે વિચારણા એ મન અને ઇન્દ્રિયોનું દમન છે. આ દમન એ આત્મજ્ઞાન અનુભવનું બીજ છે, અંકુર છે. (2) શમ - વિષયો આત્મઅનુભવમાં બાધક છે, એનો ત્યાગ અને ઇન્દ્રિયદમન તે આત્મ અનુભવરુપ છે અને વિશેષ આત્મ અનુભવમાં સહાયક