________________ &&&&&&& &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& दम शम समत्तमित्ति संवेअ विवेअ तिव्बोनिव्वेआ / ____एए पगूढ अप्पावबोहबीअस्स अंकुरा // આત્માના જ્ઞાન વગર જીવ આધ્યાત્મિક માર્ગ અને ઉન્નતિ શી રીતે પામે?” એ જેમ પ્રશ્ન છે તેમ શુદ્ધાત્માનું જ્ઞાન સોગનથી કે વર્ણનથી મળતું નથી તો શેનાથી મળે એ પણ પ્રશ્ન છે. સૂર્યોદય -અરૂણોદયથી માંડીને બધી અવસ્થાઓ જેમ અનુભવગમ્ય છે તેમ આત્મજ્ઞાન પણ અનુભવ ગમ્ય છે. એ અનુભવને લાવવાના ઉપાયો જે છે તે જ અનુભવ આવ્યા પછીના ગુણો આત્મબોધના કારણો-ઉપાયો છે અને તેનાથી જે ગુણો આત્મામાં આવે અને દોષો આત્મામાંથી જાય, ઘટે તે જ આત્મજ્ઞાન આત્મ-અનુભવરૂપી બીજના અંકુરા છે. આ ગુણનો વિકાસ તે આત્મ-અનુભવનો વિકાસ છે. આ ગુણોના વિકાસથી બીજા ગુણોતર પ્રગટે-વિકસે. તે ગુણાનુભવ અને ગુણલબ્ધિ બંને વધતા વધતા ગુણ પરાકાષ્ટાએ પહોંચે અને સર્વગુણમયતા-વ્યાપિતા થાય તે આત્માની શુદ્ધ અને સિદ્ધ અવસ્થા છે. ' જેમ જેમ ગુણ (મોટા થાય) પ્રાપ્ત થાય, મજબૂત થાય, ગુણાંતરના ઉત્પાદક થાય તેમ આત્માના કર્મ-મોહ, અજ્ઞાન અને સંસ્કારજન્ય દોષો ઘટતા જાય, નિર્બળ થાય, નાશ પામે અને અંતે આત્મા દોષ રહિત થાય છે. માટે દોષોના નાશના ઉપાયોમાં પ્રવર્તવું અને ગુણોની સિદ્ધિના ઉપાયોમાં પ્રવર્તવું તે આત્મજ્ઞાન-આત્મ અનુભવ અને એની પરાકાષ્ટારૂપ સિદ્ધ અવસ્થાને પામવાનો વ્યવહારનયનો રસ્તો છે, પ્રથમ પગથીયું છે. આનાથી જે દમ વગેરે ગુણો આત્મામાં ઉત્પન્ન થાય તેનો અનુભવ તે આત્મજ્ઞાન-અનુભવનું નિશ્ચયનયનું પ્રથમ પગથિયું છે. માટે દોષ અને દોષનો માર્ગ એ સંસાર છે. ગુણ અને ગુણના ઉપાય તે મોક્ષમાર્ગ છે, અને સર્વગુણોની પરાકાષ્ટા તે મોક્ષ છે. મોક્ષમાર્ગ અને મોક્ષ બંને આત્મ અનુભવરૂપ છે.