________________ આમ સમાધિ-અસમાધિની ચાવીઓ જાણી જીવનમાં સતત સમાધિમય રહેવા પ્રયત્ન કરવો. મન તો અવળચંડુ છે. ક્યારેક પ્રતિકૂળતામાં સમાધિ હોય અને અનુકૂળતામાં અસમાધિ, અનુકૂળતામાં સમાધિ, પ્રતિકૂળતામાં અસમાધિ, ક્યારેક નિમિત્ત વગર જ સમાધિ-અસમાધિ.. શાસ્ત્રના પાને પાને કંડરિક, મંગુ આચાર્ય, પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિના ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણને આ જ વાત જણાવે છે ને... માટે સતત અભ્યાસ દ્વારા મનને સ્થિર અને સમાધિમય બનાવવા પ્રયત્ન કરવો, જેથી સિદ્ધિગતિ નિકટ આવે.