________________ વ્યાધિ અને પ્રતિપક્ષથી આરોગ્ય લેવું. વ્યાવહારિક રીતે પ્રતિકૂળ સંયોગોને ઉપાધિ કહેવાય, પણ ઉપલક્ષણથી અનુકૂળ સંયોગો પણ ઉપાધિ સમજવા. વ્યાધિ-ઉપાધિ, આરોગ્ય અને અનુકૂળતા વખતે આધિ ટળે અને સમાધિ આવે તો જ મોક્ષ મળે. રોગ કે આરોગ્ય જીવને મોક્ષમાં લઈ જતા નથી. પુત્ર કે અનુકૂળ પરિવારમાં અટવાયેલા પ્રમાદ-મોહને આધીન થયેલા જીવો મોક્ષમાં જઈ શકતા નથી. પુત્રો કે પરિવાર અનુકૂળ હોવા છતાં જાગૃત આત્મા આરાધનામાં આગળ વધે છે, એને મન પુત્ર-પરિવાર સાધન છે. સત્ત્વ આરાધના અને સમાધિ એ પ્રાથમિક સાધ્ય છે. મનને સમાધિમય બનાવનાર સિદ્ધસ્વરૂપનું આત્મજ્ઞાન છે, મનને સમાધિમય બનાવનાર દ્રવ્ય-ભાવ આશ્રવ અને સંવરનું જ્ઞાન છે. મનને સમાધિમય બનાવનાર સંવેદનરૂપ અનુભવજ્ઞાન છે. રાજમાર્ગ-ઉત્સર્ગ માર્ગની નીતિ એ સામાન્યથી સમાધિકારક છે, સમાધિ સુચક છે, પરંતુ તેવા સત્ત્વના અભાવમાં સમાધિ સાચવવા માટે વ્યક્તિગત નીતિરીતિમાં ફેરફાર થાય, જેને અપવાદ માર્ગ કહેવાય, જેમકે પૂજા મધ્યાહ્ન કરવાની હોવા છતાં વેપાર વગેરેની પરવશતાના કારણે આદર-ભક્તિ-સ્વસ્થતાથી કરવા માટે સવારના કરાય છે. પ્રભુભક્તિ અને સ્વસમાધિ સાચવવા કાળ વગેરેમાં ફેરફાર કરવો પડ્યો. વ્યાધિમાં સમાધિની પદ્ધતિ જુદી, આરોગ્યમાં સમાધિ પદ્ધતિ જુદી, પ્રતિકૂળ સંયોગોમાં સમાધિની પદ્ધતિ જુદી, અનુકૂળ સંયોગોમાં સમાધિની પદ્ધતિ જુદી. વ્યાધિમાં સમાધિ રાખવા માટે પીડામાં દીન ન બને, દવાની કાળજી રાખે પણ મોડું-વહેલું, આઘુ-પાછુ થાય તો અકળાય નહિ. અભક્ષ્ય ભોજન, રાત્રિ ભોજન કે પ્રતિજ્ઞાભંગ ન કરે, ગુસ્સો ન કરે, શાન્તિ-સ્વસ્થતાથી પડ્યો રહે, શક્યતા મુજબ જાપ-વાંચન વગેરે કરે, વૃત્તિ કંઇક સહનશીલ, ક્ષમાશીલ, પ્રસન્ન બનાવે, કર્મ વિપાક વિચારે. સહનશીલતા ન કેળવે, ગુસ્સો કરે, અપ્રસન્ન રહે તો અસમાધિ થાય. આરોગ્યમાં કામકાજની ધમાચકડી ન હોય, દોડધામ ન હોય, શાન્ત હોય, બીજાને તુચ્છ ન સમજે તે સમાધિનું ચિહ્ન સમજવું. બીજાને તુચ્છ સમજે, ખૂબ મેળવવાનું ને ખૂબ ભોગવવાનું મન થાય, ઝટઝટ, ઉતાવળથી કામ કરે, કેફી ચીજના પાવરની જેમ પાવર રાખે જેને દર્પ કહેવાય છે તે સુખની અસમાધિનું ચિહ્ન છે. છાજીયા જી 142gg gg gggS