________________ શકાય છે. ઉપરની સમાધિઓની વૃત્તિઓ કેળવવાથી અસમાધિ નાશ પામે છે અને સમાધિ આવે છે અને અસમાધિની વૃત્તિઓ કેળવવાથી સમાધિ નાશ પામે છે અને અસમાધિ જન્મે છે. એવી રીતે જીવની સહાયક વૃત્તિ સમાધિ સુચવે છે. સહાયની ઉપેક્ષા એ અસમાધિ સુચવે છે. સહાયકવૃત્તિ તિર્યંચ પ્રત્યે હોય એને જીવદયા કહેવાય, દુઃખી માણસ પ્રત્યે હોય એને અનુકંપા કહેવાય, પૂજ્ય પાત્રો પ્રત્યે હોય એને ભક્તિ કહેવાય. પૂજ્યો પ્રત્યે સહાય સિવાય પણ અર્પણ વૃત્તિ હોય એને પૂજા કહેવાય. જેમ દ્રવ્યના અભાવે દુઃખીને દ્રવ્ય આપવું તે સહાયવૃત્તિ છે, તેમ સારા તત્ત્વબોધવાળાએ માર્ગના જ્ઞાન વગરના યોગ્ય જીવોને જ્ઞાન આપવું તે પણ . સહાયવૃત્તિ છે. આ સહાયવૃત્તિ અનુકંપા વગેરેથી આવે છે. અને આ અનુકંપા વગેરે જીવની તીવ્ર રાગદ્વેષની આધિની અસમાધિ દૂર થાય ત્યારે સમાધિ આવે તેમાંથી આવે છે. શમમાંથી સમાધિ આવે છે અથવા શમ એ સમાધિનું બીજું નામ છે. આવા સમાધિના અનેક ભેદ પડે. પોતાની સારી પરિસ્થિતિમાં બીજાને થોડી સહાય કરે આ અલ્પસમાધિ કહેવાય, પોતાની સારી સ્થિતિમાં બીજાને પૂર્ણ સહાય કરે તે એથી ચડીયાતી સમાધિ છે. તેમજ પોતાની દુઃખી સ્થિતિમાં પણ બીજાને અલ્પ મદદ કરે, આ પણ ગુણ છે. પોતાની નબળી સ્થિતિમાં બીજાને પૂર્ણ મદદ કરે તે વિશિષ્ટ સમાધિ છે. કોઈ વ્યક્તિ યોગ્ય વ્યક્તિને સહાયક ન થાય તો તેનામાં અનુકંપા નથી. તે ભૌતિક-આધ્યાત્મિક ગુણોને યોગ્ય નથી. જે વ્યક્તિ ધર્મન, સાધુ-શ્રાવકને સહાયક ન થાય તેનું સમ્યગ્દર્શન નાશ પામે, મલિન થાય. પોતાની સમાધિ બીજાની બાહ્ય સમાધિ ઉત્પન્ન કરે છે અને પછી આંતરિક સમાધિ પણ ઉત્પન્ન કરે છે. પોતાની અસમાધિ બજાની પણ સમાધિનો નાશ કરે છે અને અસમાધિ ઉત્પન્ન કરે છે. આધિ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં, રોગમાં કે આરોગ્યમાં, મનની દીનતા કે અભિમાનતા, રાગદ્વેષજન્ય વ્યાકુલતા. એ વ્યાકુલતારહિતપણું, સમતોલપણું, સ્વસ્થપણું તે સમાધિ.