________________ રાજગૃહીનો દ્રમક મનના કલેશે નરકે ગયો તેમ તંદલીયો મત્સ્ય પણ ક્લેશે સાતમી નરકે ગયો. (4) સુખની અસ્વસ્થામાં પણ જીવ રાગાંધ-કામાંધ થઈને દુર્ગતિના કર્મ બાંધે છે. આ રાગાંધતા કે કામાંધતા પણ અસમાધિ છે. સુખની અવસ્થામાં પણ મન તીવ્ર વૈરાગ્યમાં રહેવા પ્રયત્ન કરે તો બાર દેવલોક સુધીનું આયુષ્ય ગૃહસ્થ અવસ્થામાં બાંધી શકે અને ભાવનામાં ચડે તો પૃથ્વીચન્દ્ર-ગુણસાગરની જેમ કેવળજ્ઞાન પણ પામે છે. તેથી બાહ્ય અનુકૂળતા હોવા છતાં મનની સમાધિ સદ્ગતિ, પુણ્ય અને ધર્મ આપે છે યાવત્ મોક્ષ પણ આપે છે, અને મનની અસમાધિ પાપ અને દુર્ગતિ આપે છે. (5) દુઃખમાં સુખની ઇચ્છા કે દુઃખની અકળામણ પણ અસમાધિ છે, તેવીજ રીતે સુખમાં આનંદ-સંતોષ એ પણ અસમાધિનું જ રૂપક છે. . (6) વ્યાધિ એટલે શરીરના રોગો. તે સુધરે કે ન સુધરે, ઘટે કે વધે તે આપણા હાથમાં નથી. અનુકૂળ પ્રતિકૂળ સંયોગો સુધરે, ન સુધરે તે પણ આપણા હાથમાં નથી. આ વ્યાધિ કે ઉપાધિ સદ્ગતિ કે દુર્ગતિ પણ આપી શકતી નથી. આ વ્યાધિ કે ઉપાધિ વખતે જીવ જ્ઞાન શક્તિ-સમજણ શક્તિ- સત્વશક્તિ અને વિવેક દ્રષ્ટિને આધીન રહી સમાધિ કેળવે તેને સંગતિ, પુણ્ય અને મોક્ષ મળે અને મન જેના હાથમાંથી છુટીને અસમાધિમાં પડે, અવિવેક-દુર્થાનમાં પડે તે દુર્ગતિમાં જાય, પુણ્યનો નાશ કરે, પાપ બાંધે અને મોક્ષે જવામાં વિક્ષેપ થાય. માટે જેના હાથમાં મન, તેને સમાધિ સુલભ. અને જેનું મન કર્મ-મોહ-અજ્ઞાન-અવિવેકના હાથમાં તે અસમાધિવાળો જાણવો. (7) આધિ એટલે મનની અસ્વસ્થતા, મનનું અસમતોલપણું. સમાધિવાળો સ્વસ્થ હોય તે બદલા વગર અને પૂર્વે અપકાર કરેલાને પણ સહાય કરવા તૈયાર થાય. (8) રાગ-દ્વેષની વૃત્તિમાંથી સ્વાર્થોધતા જન્મે છે જે અસમાધિરૂપ છે જ્યારે સમાધિ-સમતાની વૃત્તિમાંથી પરોપકાર, સહાયકતા જેવી તથા લેટ ગો કરવાની વૃત્તિઓ જન્મે છે. (9) અનુકૂળતામાં ત્યાગવૃત્તિ-દાનવૃત્તિ-સંયમવૃત્તિ-ઉદાસીનવૃત્તિ સમાધિ કરાવે છે અને ભોગવૃત્તિ-સંગ્રહવૃત્તિ-અસંયમવૃત્તિ-રાગેવૃત્તિ-પક્ષપાત-વૃત્તિ. અસમાધિ કરાવે છે. તેથી ઉપરની વૃત્તિઓથી જીવની સમાધિ-અસમાધિ જાણી જીવ શ રૂ 140) રૂપ જ જીત 3