________________ માતા પિતા માતા // मन एव मनुष्याणां कारणं बन्ध-मोक्षयोः॥ અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્માનું શાસન મનની આંટીઘૂંટીઓ અને અવનવા ખેલો પર સુંદર પ્રકાશ પાડે છે. સદ્ગતિનું અને દુર્ગતિનું કારણ મન જ છે, સંસાર કે મોક્ષ બંનેનું કર્તા મન જ છે. સમાધિમય મન સદ્ગતિ અને પરંપરાએ મોક્ષનું કારણ; અસમાધિમય મન તે જ દુર્ગતિ અને સંસાર પરિભ્રમણનું કારણ. મનને સમાધિમય કેવી રીતે બનાવી શકાય, અસમાધિમાંથી કેવી રીતે ઉગારી શકાય તેની કેટલીક ચાવીઓ શાસ્ત્રના પાનાઓમાં મળી આવે છે. તેનો વિચાર કરીએ. (1) જો મન સમાધિથી ઘડાએલું હોય તો અલ્પજ્ઞાનીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે, અને મન સમાધિથી ભાવિત-વાસિત ન હોય તો બાહ્ય રીતે ઘણું જ્ઞાન હોવા છતાં જીવ કર્મ બાંધે છે, અને દુર્ગતિમાં રખડે છે. (2) ઉપાધિ એટલે બાહ્ય સાંયોગિક અનુકૂળતાઓ-પ્રતિકૂળતાઓ. તે સામાન્ય આત્માને અસમાધિ દ્વારા સંસારમાં ભટકાવે, દુર્ગતિમાં રખડાવે. પરંતુ સમાધિથી ભાવિત-વાસિત આત્માને ભટકાવી શકતી નથી. બાહ્ય સાધન સામગ્રી હોય તે દુર્ગતિમાં જાય અને બાહ્ય સાધન સામગ્રી ન હોય તે દુર્ગતિમાં ન જાય તેવું નથી. મન સાધન-સામગ્રીમાં કે તેની મમતામાં અટવાયું હોય તો જીવ સંસારમાં ભટકે અને મમતા મુક્ત બને તો આરિલાભુવનમાં પણ કેવળજ્ઞાન મળે. છતાં મનની મમતા તોડવા અને છોડવા માટે શક્ય અનુકૂળતાનો ત્યાગ, શક્ય પ્રતિકૂળતાને વેઠવાનું અને ભાવના દ્વારા જ્ઞાનયોગનો આશ્રય કરવો જરૂરી છે. એથી આત્માને સમાધિનું બળ મળે છે. અને બાકી રહેલ ઉપાધિઓ આત્માને જકડી શકતી નથી, અસમાધિનું કે ભવભ્રમણાનું, દુર્બાન કે દુર્ગતિનું કારણ બનતી નથી. (3) પ્રતિકૂળ અવસ્થામાં માનસિક વિચારણા ક્લેશવાળી થાય તો જીવને દુર્ગતિ મળે છે, પાપબંધ થાય છે. મનની આ ક્લેશવાળી એટલે કે રાગદ્વેષના આવેશવાળી વિચારણા તે અસમાધિ છે. કૃષ્ણ, શ્રેણિક વગેરે અનેક જીવો દુઃખમાં દુર્ગાન કરતા દેખાય છે. યુગબાહુને પ્રતિકૂળ અવસ્થામાં મદનરેખાની પ્રેરણાથી મનની સ્વસ્થતા-સમાધિ-ક્ષમાપના મળી તો પાંચમાં દેવલોકે ગયા. છાપ પપ૧૩૯ ૪પણ પછી પણ પછી