________________ (5) વિચારશૂન્યપણે “પકડ્યું ન છોડવું” આવો કદાગ્રહ. (6) અનુચિત રીતે વાત કહેવાઈ હોવાથી દ્વેષ અને અનુચિતની પક્કડ થાય. (7) અનુચિતમાં અપાય ન દેખાવાથી અનુચિતની પક્કડ થાય. (8) સંયોગ, પરિસ્થિતિ, અવસ્થા કાળ વગેરે કારણે ઉચિત પણ અનુચિત થાય, અનુચિત ઉચિત થાય, તેનું જ્ઞાન ન હોય, તેથી પક્કડ થાય. માટે સ્વાગ્રહ અને તેના કારણભૂત મોહની તીવ્રતાને ઘટાડવી-છોડવી, માર્ગ, જગત્ સ્વભાવ, શાસન મર્યાદાને વારંવાર વિચારી, તાત્ત્વિક દૃષ્ટિ કેળવવી, વિવેક જગાવવો. તત્ત્વદષ્ટિ અને વિવેક દ્વારા ગંભીર પ્રકૃતિવાળો બની જીવ સમતા અને સમાધિને પ્રાપ્ત કરી છેવટે સિદ્ધિગતિ સુધી પહોંચી જાય છે. + + કે કાકા !