________________ ૩ર બતાવ્યાં છે, તેમાં ધર્મ દઢતા “આપત્તિનું દમથા'' બતાવી છે. આ પણ જાત માટે એક આગ્રહરૂપ છે, છતાં ઉપાદેય છે અને પ્રશસ્ત ઇચ્છારૂપ મોહનીયના ક્ષયોપશમ મિશ્રિત ઉદયરૂપ છે. જેમાં અજ્ઞાન, અવિવેક, અપ્રશસ્ત ભાવની તીવ્રતા ભળે અને જે નિયાણા * કરાય, દઢ નિર્ણય કરાય એને સ્વાગ્રહ કહેવાય. ગુણ આગ્રહ, આચાર આગ્રહ, ધર્મ આગ્રહ આ બધા આગ્રહમાં જ્યારે ક્ષયોપશમ અને વિવેક પ્રધાન બને છે ત્યારે તે ગુણ-આચારાગ્રહ છે; જ્યારે મોહ, માન્યતા, સ્વપક્ષ, સ્વરુચિ વગેરે પ્રધાન થાય ત્યારે સ્વાગ્રહ કહેવાય. આ સ્વ આગ્રહ મોહનીયના વિશેષ ઉદયની તીવ્રતા વિના નથી થતો. જેવી રીતે મરિચિએ કામ ચલાઉ ગરમીનો ઉપચાર ન કરતા નવો વેશ કટ્યો, તે સ્વ આગ્રહ કહેવાય. જ્યારે જીવ પોતાની બુદ્ધિ-આગ્રહવશ કાયમી છુટછાટ કે નવા ચીલા પાડે, નવા માર્ગ કાઢે, ફાંટા પાડે તે સ્વાગ્રહ કહેવાય. જેમ જમાલી, ચૈત્યવાસી કે એવા બીજા કોઈ પણ મોહની તીવ્રતા વગર ઉત્પન્ન નથી થતા. એટલે આ દર્શન મોહનીયના ઉદયનો ઉદ્રક કહેવાય. જેનામાં પ્રજ્ઞાપનીયતા (બીજાની સાચી વાત સ્વીકારવાની-સમજવાની તૈયારી) છે, જેનામાં સ્વાગ્રહ નથી, તેનામાં સમ્યકત્વની યોગ્યતા હોય. જેનામાં સ્વાગ્રહ છે તેનામાં પ્રજ્ઞાપનીયતા નથી તેથી સમ્યકત્વ કે સમ્યકત્વની યોગ્યતા નથી. જીવ પોતાની ભૂલને ગુણ માની બેસે ત્યારે આ સ્થિતિ આવે. જ્યાં બીજાના ગુણને દોષ માની બેસે ત્યારે પણ આ અવસ્થા આવે. | કુરગડુના પાત્રમાં થુંકનાર કે કુરગડુ ઉપર અરુચિ કરનાર તપસ્વીને આવા મોહ ઉદ્રકના દૃષ્ટાંતરૂપ જણાવી શકાય. અનુચિત અર્થ, વાક્ય કે કાર્ય વિષે આગ્રહને સ્વાગ્રહ તરીકે સમજવો. તેના અનેક બાહ્ય કારણો છે. (1) અભિમાનથી, “મારી ભૂલ કેમ કાઢે ?" માટે મારે ભૂલ ન સ્વીકારવી. (2) અનુચિત અર્થનો - વાતનો - વ્યવહારનો પક્ષપાત થાય, તેથી સાચી વાત, સાચો અર્થ, સાચો વ્યવહાર ન સ્વીકારે. (3) અનુચિત વાત કરનાર પક્ષનો રાગ થાય તો પણ સાચી વાત ન વિચારી શકે, ન સમજી શકે, ન સ્વીકારી શકે. (4) અનુચિત હોવા છતાં અનુચિત તરીકે બતાવનાર વ્યક્તિ પર દ્વેષ હોય.