________________ છે તેમ કષાયો અને ઉપલક્ષણોથી નોકષાયો આત્મશાંતિમાં રોધક, નાશક છે. તેની સામે કષાયોનો જય, નોકષાયનો જય તે આત્મગુણ, આત્મશાંતિ, આત્મઅનુભવરૂપ છે. આંશિક આત્મઅનુભવ વગરના જીવો ભૌતિક આશંસા વગર ઈન્દ્રિયદમન, મનદમન કે કષાય જય કરી શકતા નથી. માટે કષાય જય એ કર્તવ્ય છે. શમનો એક અર્થ ક્રોધનો જય=ણમાં થાય છે તેમ બીજો અર્થ શાંતપણું, આકુળતારહિતપણું. ચારે કષાય અને નવ નોકષાયથી જીવ અશાંત-આકુલ હોય છે, સુખી નહિ દુઃખી હોય છે તેથી કષાય નોકષાયના ઉદયથી-રોકાણથી-નિગ્રહથી જીવ શાંત બને છે. આવું શાંતપણું આત્મ અનુભવનું સ્વરૂપ છે. ક્રોધ-માન-માયાલોભ વગેરે અનેક બાહ્યનિમિત્તોમાં જીવ ઝટ લેવાય નહિ, ખળભળે નહિ, ફસાય નહિ, સ્વસ્થ રહે એ આત્મસત્ત્વ આત્મઅનુભવનો પ્રકાર છે. (3) સમ્યકત્વ H સમ્યકત્વના બે પ્રકાર છે. 1. વ્યવહાર સમ્યકત્વ :- જે વીતરાગ સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલો દાનાદિ ધર્મ માને, જચે તેને વ્યવહાર સમ્યકત્વ હોય. 2. ભાવસમ્યકત્વ - આશ્રવને આત્મ સ્વરૂપના રોધક-નાશક જાણે અને એનાથી ગભરાય, છોડે, કે અરૂચિવાળો થાય અને સંવરતત્ત્વને સહાયક સમજી આચરે, ગમે. આ આશ્રવ-સંવર બાહ્ય અને આંતરિક એમ બે ભેદ પડે છે. આંતરિક આશ્રવ-સંવર જે ઓળખે તે ભાવ સમકિતી હોય. બાહ્ય આશ્રવ-સંવર બહુધા તે ઓળખે, ક્યારેક ગુરુગમ ન હોય તો કોઇક ન ઓળખે તેમ પણ બને. આંતરિક આશ્રવ-સંવરને ઓળખવાની શક્તિ અને ઓળખાણ આ આત્મ અનુભવમાં રહેલી છે. એ અનુભવશક્તિ જેટલી વિકસિત થાય તેટલા આશ્રવ સંવર સૂક્ષ્મ સૂક્ષ્મતયા ઓળખાય. સમ્યકત્વના બાહ્ય આચારોથી દેવભક્તિ-ગુરુભક્તિ-ધર્મઆચાર પાલન, દેવસ્વરૂપજ્ઞાન-ગુરુસ્વરૂપજ્ઞાન-આચારજ્ઞાન હેયોપાદેય જ્ઞાન આ બધાથી આચાર, આદર, ભાવ, ભક્તિ વગેરેથી કર્મહાસ-પુન્યપ્રાપ્તિ-સામગ્રી-પ્રાપ્તિ થાય છે અને ભાવ જગાડનાર-કર્મનાશ કરનાર એવા સંયોગ અને આત્મવીર્ય ઉલ્લસિત થાય છે અને ભાવ સમ્યકત્વ આવે છે. સર્વત્ર દ્રવ્યપાપ આચાર ભાવપાપને જન્માવે છે. દ્રવ્ય શુભ આચાર શુભભાવ જન્માવે છે. દ્રવ્ય સમ્યકત્વના આચારો ભાવ સમ્યકત્વ જન્માવે છે.