________________ જાગ્રત હોવાથી વિશેષ દુ:ખી પણ બનતા નથી અને ધર્મમાં દેખીતું અલ્પ દુઃખ કોઈને જણાતું હોવા છતાં આંતરિક સુખના અને પરમ સુખના કારણરૂપે ધર્મને વિવેક અને જ્ઞાનથી જાણવાથી એમાં જીવ ઉલ્લાસપૂર્વક સર્વેસર્વા બનીને પ્રવર્તે છે. માટે વિવેક અને જ્ઞાન એ મોહ, અજ્ઞાન, ભ્રમ અને અવિવેકના નાશક હોવાથી સર્વત્ર પરમ સુખનું કારણ છે. એવી જ રીતે અસદ્ વિકલ્પો પણ જીવના રાગાદિ અને ભય વગેરેના પરિણામથી ઉત્પન્ન થાય છે. કોણિક છોડાવવા આવ્યો ત્યારે શ્રેણિક અસ વિકલ્પથી હીરો ચુસીને મરી ગયા. સંસારી જીવો ડગલે પગલે આવા અસદ્ વિકલ્પોથી આવેશથી અસત્ પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. ધર્મી જીવો ભવિતવ્યતા-ધર્ય અને કર્મને લક્ષમાં રાખી ધર્મના શરણે જાય છે. તેથી ચિત્તવિહ્વળતા નાશ પામે છે. તેથી માનસિક દુઃખ લગભગ નષ્ટ થાય છે અને કાયિક દુઃખ પણ અલ્પ થાય છે. કુટુંબ-માન-ધન-શક્તિ-બુદ્ધિ વગેરે જીવનવ્યવહારના સાધન છે, અને ધર્મ આરાધનાના સાધન પણ બની શકે છે, પરંતુ જીવ તેના ઉપર મોહિત બને, મળે તો સંગ્રહ-રક્ષણ કરે, ન મળે તો દીન બને તો તે મોહ એ દુઃખનું કારણ બને છે. મેળવવા, સંભાળવા વગેરેની કાળજી રાખવી અને મળે ત્યારે પણ દુઃખ, ન મલે તો પણ દુખ. જેના પર મોહ ન હોય તે વસ્તુ મળે તો ઉપયોગ કરી લે, ન મળે તો નભાવી લે. એને વિશેષ આનંદ નથી અને દુઃખ પણ વિશેષ નથી. જેને જે વાતની અપેક્ષા હોય તે મળે ત્યારે આનંદ, સુખ અને ન મળે કે મળ્યા પછી નાશ પામે ત્યારે દુઃખ. અપેક્ષાવાળા જીવો વસ્તુને ભાવથી વળગેલા છે, એટલે વસ્તુ-સંયોગથી પકડાયેલાને જે રીતે જ્યારે હેરાન કરવા હોય તે રીતે કરી શકાય, એમ અપેક્ષાવાળા કલ્પનાથી અને સંયોગથી કાયમ હેરાન થતા રહે છે. જે વસ્તુસંયોગની અપેક્ષાને પકડાયેલા નથી, તે વસ્તુનો ઉપયોગ કરી શકે છે, અને તણખલાની જેમ છોડી પણ શકે છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી. માટે ભ્રમ, અસદ્ વિકલ્પો, મોહ અને અપેક્ષા એ જગતમાં સર્વેકૃષ્ટ દુઃખનું કારણ છે. એનાથી ચઢીયાતું કોઈ દુઃખ નથી. બાહ્ય દુઃખ દવાથી, ખોરાકથી, હવાફેરથી, વ્યાયામથી, આસનોથી, શરીર છુટવાથી કે પુણ્યોદયથી સ્વયં નાશ પામે છે તેવી રીતે માનસ દુઃખ નાશ કરવા જીવાણુ જીવજી 133 જી જી gg gggS