________________ संतोषः परमं सौख्यम, आकांक्षा दुःखमुत्तमम् / જગત છ દ્રવ્યમય છે. તેમાં પાંચ દ્રવ્યો અજીવ છે. જીવદ્રવ્ય ચેતન છે તેથી સુખ અને દુઃખ જીવને હોય છે. બાકીના ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં તે નથી. દુઃખ જેમ કોઈ પણ જીવને ગમતું નથી, તેમ દુઃખ કોઇ પણ જીવના મૂળભૂત સ્વભાવમાં નથી. સુખ-દુઃખ જ્ઞાનથી ભિન્ન છે, પરંતુ જ્ઞાન તે બંનેની અભિવ્યક્તિ કરે છે. તેને પ્રગટ-વ્યક્ત-સ્પષ્ટ અનુભવ કરાવે છે. બીજાને પણ કાંઇક બોધ કરાવે છે જેમકે આ સુખી છે, આ દુઃખી છે, આ રિબાય છે, આ સમતાથી સહન કરે છે. દુઃખ એ અશુભ કર્મના ઉદયનું કાર્ય છે, વ્યવહારમાં તે અશાતા વેદનીયથી ઉત્પન્ન થાય છે, એમ કહેવાય છે. અપેક્ષાએ એ વાત સાચી છે, પરંતુ મોહનીયકર્મ, અજ્ઞાન, અને વિપરીત જ્ઞાન પણ જીવને માનસિક દુઃખ ઉત્પન્ન કરવામાં મુખ્ય કારણ છે. ક્યારેક કાંઇક શારીરિક દુઃખમાં પણ કારણ બને છે. માનસિક દુઃખ જીવને ભ્રમથી, અસ વિલ્પોથી, મોહથી અને અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. જેમ ચાંદી અને છીપ સમાન વર્ણવાળા હોવાથી જીવને ભ્રમ થાય છે તેથી છીપમાં ચાંદી સમજી લે તો તેનાથી ધન મળતું નથી, તેમ સાંસારિક અનુકૂળતાઓ છીપ જેવી છે. તે સુખના કારણનો દેખાવ કરે છે, પણ તેમાં સુખ નથી. સંસારી જીવો છીપને ચાંદી સમજી લે છે અને પરિણામે દુઃખી થાય છે. અપેક્ષાએ ધર્મ એ ચાંદી જેવો કહેવાય. તે ગ્રહણ કરનાર જીવ ધર્મ અને પુણ્યની ઉત્તરોત્તર વૃદ્ધિ દ્વારા આંતરિક અને બાહ્ય બંને રીતે સુખી થાય છે. પરંતુ ભ્રમણાથી જીવ નકામું સમજી એને લેતો નથી અને લાભથી ઠગાય છે. સંસારી જીવોને દેહ-ધન-પરિવારમાં સુખની ભ્રમણા છે, તેના કારણે એ એને સંભાળવામાં-રક્ષણ કરવામાં રચ્યો પચ્યો રહી કાયમ દુઃખી થાય છે. ધર્મી જીવો આત્મિક સુખ અને એના કારણરૂપે તપ-ત્યાગ-શીલ-દાનઅનિત્યાદિ ભાવનાઓ અને એના સંસ્કારથી ભાવિત મનને જાણતા હોવાથી તથા દુ:ખના કારણોમાંથી સુખની ભ્રમણારહિત હોવાથી અને સુખના કારણોમાં દુઃખની ભ્રમણારહિત હોવાથી સંસારમાં આંધળા પણ બનતા નથી અને સાવધાન