________________ ભાવના અને વૈરાગ્ય, શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય અને પરાવર્તન, પાપ નિવૃત્તિ અને ધર્મ પ્રવૃત્તિ, ગીતાર્થ અને આચાર સંપન્ન સહચારિતા (આચારસંપન્ન સાથે રહેવું તે) જોઇએ. આ બધા ધર્મો વસ્તુ આકાંક્ષાદિને, તેના સંસ્કારને ઘટાડી માનસ દુઃખનો નાશ કરે છે, તેમ વૈરાગ્ય, સ્વાધ્યાય, આચાર અને સાધર્મિક સહવાસ એ માનસ સુખને ઉત્પન્ન કરે છે. સુખ બે પ્રકારે છે (1) આત્મિક અને (2) વ્યવહારિક. એમાં આત્મિક સુખ વેદનીયકર્મના ક્ષયથી મળતું અવ્યાબાધરૂપ છે, અને તેમાં પણ મુખ્ય ભાગ ભજવનાર સાથી કારણ જ્ઞાનાવરણ અને મોહનીયનો નાશ છે. માટે આત્મ-સ્વરૂપના, સિદ્ધ સ્વરૂપના જ્ઞાનથી અને વીતરાગતાથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. "जं च काम सुहं लोए जं च दिव्वं महासुहं / वियरायसुहस्स य अणंतभागंपि नग्घइ // " જેમ અહીં વીતરાગ સુખનો અનંતમો ભાગ પણ પ્રાપ્ત નથી થતો તેમ વૈરાગ્યના સુખનો પણ અનંતમો ભાગ નથી આવતો, માટે વૈરાગ્યનું સુખ એ પરમસુખ છે. લોભના નિગ્રહથી સંતોષ થાય છે એ ઉપલક્ષણથી બધા મોહનીયના ભેદના નિગ્રહરૂપ લેવાનું છે. સુખ એ તોષ આનંદરૂપ છે, દુઃખ એ અતોષરૂપ છે. તોષ બે પ્રકારે :(1) આરોપિત અને (2) વાસ્તવિક. જે તીષ પદ્ગલિક છે, જે તોષ કાલ્પનિક છે, જે તોષની પાછળ અતોષ અને દુઃખ પરંપરા છે, જે નાશવંત છે, તે ઔદયિક ભાવરૂપ તોષ કહેવાય. એ પરાધીન અને નાશવંત હોવાથી વસ્તુ સ્વરૂપે તોષના ભ્રમમાત્ર છે. જ્યારે વૈરાગ્યથી, જગસ્વરૂપના ચિંતનથી, ભાવનાઓથીઆત્મસ્વરૂપની વારંવાર વિચારણાથી અને એના કારણભૂત ત્યાગ, તપ, શીલ, દાન, ગુર્વાજ્ઞાપાલન, સ્વાધ્યાય, સાધુસેવા વગેરેથી ધર્મ આરાધનામાં કહેવાતા કષ્ટ હોવા છતાં તેમાં ધર્માત્માને પરમ સંતોષ, આનંદ, ઉલ્લાસ હોય છે, માટે મોહનીયનો ક્ષયોપશમ અને ભાવથી ક્ષમાદિ ગુણયુક્ત જે દશવિજયતિધર્મ એ મુખ્ય સંતોષ છે. ગૌણ રીતે દેશવિરતિ, અવિરતિ, માર્ગાનુસારી, અપુનબંધક વગેરે જે વિષયવિરાગ અને કષાયત્યાગ ધરાવે છે, અને તે મેળવવાના ઉપાયોમાં આનંદ પામે તેને પરમ સુખ મળે છે. તેઓ કાયમ સ્વસ્થ છે, આનંદિત છે અરે જયાં સુધી વૈરાગી છે, સંતોષી છે ત્યાં સુધી તેમના માટે દુર્ગતિના દરવાજા બંધ રહે