________________ છે, અશાતા નહિવતું બંધાય, શાતા વિશેષ બંધાય. ક્ષાયોપથમિક ધર્મ સાનુબંધ બને અને વધતો વધતો મોશે પહોંચાડે છે. દેવલોકમાં શતાવેદનીયજન્ય સુખની સાથે સંતોષ ઉપર ઉપરના દેવલોકમાં હોય છે. પરંતુ ભવ પૂરો થતા તે સુખસંતોષ નાશ પામે છે. વળી ત્યાં પણ અસંતોષવાળા, ઇર્ષા, દ્વેષ વગેરે યુકત કોઇક હોય છે, તે દુઃખી થાય છે. સામાન્ય સંતોષવાળા દુનિયામાં બધે સુખી દેખાય છે, પરંતુ તે સુખ પણ નાશવંત છે. જ્યારે ક્ષયોપશમજન્ય, વૈરાગ્યજન્ય સંતોષવાળા ધર્મી હોય છે, અને ઉત્તરોત્તર વૈરાગ્ય વધારવાના કારણોમાં પ્રવર્તતા હોય છે, તેમની તમન્નાવાળા હોય છે તેથી તે પરમ સુખી હોય છે. એક ઉપવાસ કર્યા બાદ પારણું કરવાની વિચારણા કરનાર કરતા બીજા દિવસે બીજો ઉપવાસ કરવાની વિચારણામાં રમનાર વિશેષ આનંદિત દેખાય છે. નિયમો લીધા હોય અને તે પૂર્ણ થવા આવે ત્યારે નિયમોને આગળ વધારનાર, નિયમો પૂર્ણ કરીને છુટા થનાર કરતા વધારે સુખી, આનંદિત, આંતરિક આનંદવાળા હોય છે. આને પરમ સુખ કહેવાય. માટે ધર્મ ઇચ્છનારે વૈરાગ્યભાવરૂપ સંતોષમાં સતત પ્રયત્ન કરવો. હત ગુરુ ગુરુ ૧૩પ | ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ