________________ રોટલી પર લગાડેલું ઘી ઉપર તરે, ગરમ રોટલીમાં બધા અંશમાં ઘી પચે, રોટલીની નીચેની બાજુ પણ ભીની થાય. જ્યારે તવી પર નાંખેલી રોટલીમાં ઘી નાંખો તો? આપણું જ્ઞાન ઠંડી રોટલી પરના ઘી જેવું, ગરમ રોટલી પરના ઘી જેવું કે તવી પરની રોટલીના ઘી જેવું છે ? સુખની અવસ્થામાં થોડો ઘણો ધર્મ કરવો એ ઠંડી રોટલી જેવું છે, સામાન્ય આપત્તિ, સામાન્ય કઠિનાઈ, સામાન્ય અપમાન અને સામાન્ય મનને મારીને જે ધર્મ કરે એ ગરમ રોટલી પરના ઘી જેવું. સારી સ્થિતિમાં આત્મા ધર્મ કરતા જેટલું પુણ્ય બાંધે એના કરતાં નબળી સ્થિતિમાં ધર્મ કરે તે પુણ્ય વધારે બાંધે. એક બાજુ વિશિષ્ટ વેદના, વિશિષ્ટ દુ:ખની પરિસ્થિતિ, વિશિષ્ટ અપમાનની પરિસ્થિતિ હોવા છતાં આત્મા ધર્મ પકડે તો વિશિષ્ટ ધર્મ થાય તે ચુલા પર ચોપડેલી રોટલી જેવું થાય. કોઈની સાથે બહુ મોટો ઝગડો થયો હોય, પહેલાં તો આવા સંજોગોમાં સામેવાળો આપણા ઘરે આવે જ નહિ, પણ ધારો કે કોઈપણ રીતે આવે તો પછી એક સાધર્મિક તરીકે પણ ચા-પાણી પીવડાવીએ કે જમાડીએ તો વેષભાવને બદલે ક્ષમાભાવ આવે. એ જ વ્યક્તિ કલાક પહેલા ગાળ દઈને જાય અને કલાક પછી ઘરે આવી ચડે તો એને ગાળ આપીએ કે આવકાર ? આપણા હૃદયની પરિણતિ શું? ગરમાગરમ પ્રસંગમાં પણ આત્મા ધર્મ સાથે સંકળાઈને એકમેક થાય તો જ સાચો ધર્મી, એટલે જેની સાથે વિરોધ હોય એના ધર્મના પ્રસંગમાં, વ્યવહારના પ્રસંગમાં જવું એ આપણને ક્ષમાધર્મ શીખવાનો ઉપાય છે.. કષાયોને વોસિરાવવા, સામાને માન આપવું, સામાનું ગૌરવ વધારવું-આ માટે આપણને અપમાન મળતું હોય તો સહન કરીને પણ સામાને માન આપીએ તો આપણા હૃદયમાં નમ્રતા આવે. જેમ આપણા આત્મામાં સારા સંસ્કારો પાડવા માટે તમામ નિંદનીય પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે તેમ આ જગતની તમામ વ્યક્તિમાં રહેલા દોષોની નિંદાનો પણ ત્યાગ કરવાનો છે. શાસ્ત્રમાં કહેવાય છે કે જો બીજાના ગુણ જોઈએ તો ગુણ મેળવવાના કર્મો બંધાય છે અને જો બીજાના દોષ જોઇએ તો દોષ બાંધવાના કર્મો બંધાય છે. કોઈ માણસ બીડી પીતો હોય ને આપણે કહીએ કે આ બીડી પીવે છે તો બીડી પ્રત્યેની સુગ જતી રહે ને બીડી પીવાના સંસ્કાર ઊભા થાય. તો આપણે તેના માટે શું વિચારવાનું? - કર્મ એને સતાવે છે એટલે સુખી, સમજુ હોવા છતાં અયોગ્ય માર્ગે ગયો છે. જો હું સાવધ નહીં રહું તો હું પણ તેવો થઇશ. એટલે એને જોઈ સાવધગીરી વધારવાની. ggggggggii 37 9999998