________________ રોગચાળો થાય એટલે ડૉકટર સાવધ બને, તેમ ધર્મી સામાની કંગાળ અવસ્થા જોઈને સાવધ બને. આપણા મનથી કે વચનથી આપણને બીજા માટે ધૃણા ન હોવી જોઇએ. હવે આપણી જાત માટે આપણામાં જે દોષ હોય તેને માટે ધૃણા થાય તો દોષ તૂટે જો પોતાના દોષો પ્રત્યે ધૃણા ન થાય તો દોષો તૂટે નહિ. બીજાના દોષોમાં કરુણા ભાવવી અને જાતના દોષોની ધૃણા કરવી. હંમેશા અંકુશવાળી પ્રવૃત્તિ કરવી. પૈસા વધે એટલે સાધનસામગ્રી વધે કે ઘટે ? જો વધે તો ધૃણા ગઈ. સાધનસામગ્રી જેમ વધે તેમ ધૃણા જાય. માટે (1) બધે જ નિયંત્રણપણું રાખવું. (2) જે કોઈ પાપ પ્રવૃત્તિ થાય છે તે સત્વહીનતાથી જીવ કરે છે, એના નિવારણ માટે ધૃણા જોઇએ. જીવનમાં પાપ પ્રત્યે ધૃણા થાય તો પાપ ઘટતા આવે. પણ પાપમાં ધૃણા ન હોય તો પાપ જીવનમાં વધતા આવે. પાપનો પક્ષપાત વધતો આવે. માટે સ્વયં નિન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને બીજાની નિન્દ પ્રવૃત્તિને જોઈ આપણામાં એ દોષ ઘૂસી ન જાય તેની સાવધાની રાખવી. પણ એની નિંદા તો ન જ કરવી.