________________ (2) બીજાની સાથેના વ્યવહારો અને તગ્નિમિત્તક માનસિક વલણો, (3) પુદ્ગલની સાથેના વ્યવહારો અને તેની સાથેના વલણો. આ ત્રણમાં જીવને કઈ રીતે સમાધિ મળે, કઈ રીતે અસમાધિ થાય તે વિચારવું જોઈએ. કઈ પ્રવૃત્તિ અને વલણ ઉચિત કહેવાય, કઈ પ્રવૃત્તિ અને વલણ અનુચિત કહેવાય તે સમજવું જોઈએ. (1) જેના જીવનવ્યવહારો કાર્યસાપેક્ષ (અનુષ્ઠાનસાપેક્ષ) છે, પણ ભાવસાપેક્ષ (પરિણતિ સાપેક્ષ) નથી તે પોતાના ભાવને બગાડીને કાર્ય કરે છે તેથી સર્વત્ર પ્રસન્ન નથી રહી શકતો. આઠમના દિવસે આયંબિલ કરનાર નોમના દિવસે લુખસાદું ખાવાના પ્રસંગમાં જો અકળાઈ જાય તો તે ભાવસાપેક્ષ નથી. તેનું આઠમનું આયંબિલ એ પ્રારંભિક ધર્મ કહેવાય. તપ દ્વારા વૈરાગ્ય અને ભવનિર્વેદપૂર્વક આહારસંજ્ઞા તોડવાની પરિણતિ જેને ઉભી થાય તેને તપ સિવાયમાં પણ સંજ્ઞા તોડવાનું વલણ રહે. તેથી તે અંત વખતે પણ અનુપાનમાં, દવામાં, યોગ્ય ખોરાકમાં આકર્ષિત થાય નહિ, તિથિમાં લીલોતરીની ઈચ્છા ન કરે. માટે વિવેકપૂર્વક જીવનવ્યવહારમાં સઆચારોની પક્કડ રાખવા પૂર્વક તેના ઉદેશની કાયમી પક્કડ આવે તો અંત વખતે સદ્ભાવનાની એ પક્કડ ટકી રહે. જીવનના વ્યવહારોમાં, સામાન્ય પરિસ્થિતિઓમાં સઆચારો પકડી રાખવા અને એના ઉદેશ પૂર્વકના વલણ (ભાવ) આચારના સમયે અને આચાર સિવાયના સમયમાં પણ લીલોતરી ખાતા પ્રસન્નતા ન લાવવી. (2) બીજાની સાથેના વ્યવહારમાં જેમ આચારની પ્રધાનતા છે, તેમ સામી વ્યક્તિની પણ પ્રધાનતા છે. તેથી આપણી પ્રવૃત્તિના કારણે સામેવાળા સાથે મૈત્રી, સ્નેહના બદલે દ્વેષ ઊભો કરીએ, અરુચિ કરીએ (ભિન્ન કાર્યપદ્ધતિ વગેરેના કારણે) તો આપણું મન ધર્મવિરાધક બને. બાહ્ય આચારધર્મ ઊભો રહે પણ ભાવધર્મ નાશ પામે તેથી જીવ આંતરસમાધિ ન સાધે. અને અંત વખતે આંતરિક સમાધિ ન મળે. એ રીતે બાહ્ય નિમિત્તથી આંતરિક પ્રમોદભાવ ગુમાવે તે પણ ધર્મનો અંતરાય બાંધે અને સમાધિ દુર્લભ થાય. ગુણવાન ઉપર પ્રમોદ ન હોવાના કારણે ઈર્ષા થાય અને તેથી ગુણોના અંતરાય બાંધે છે તેવી રીતે જેના હૃદયમાં દુઃખી પ્રત્યે અને કર્મથી, મોહથી, અજ્ઞાનથી કે કોઈપણ દોષથી દુષિત પ્રત્યે કરુણા હોય તો તે એ કરુણા દ્વારા તે તે પાપકર્મ ખપાવીને સમતા સમાધિ મેળવે છે