________________ અને જો કરુણા ન હોય તો તિરસ્કાર અરુચિ કરવા દ્વારા તે તે દોષકારક કર્મ બાંધીને જાતે દુઃખી થાય છે, સમતા સમાધિને ગુમાવે છે. માટે બીજા સાથેના વ્યવહારમાં સઆચારની જેમ પ્રધાનતા છે તેમ સામી વ્યક્તિ પ્રત્યે મૈત્રી વગેરે ભાવની પણ જરૂર છે. તે જો હોય તો અંતે સમાધિ સુલભ થાય અને ન હોય તો સમાધિ દુર્લભ થાય. તેથી ઉપદ્રવ કરનાર પ્રતિકૂળ વર્તનાર પ્રત્યે પણ જો હૃદય કરુણા-માધ્યસ્થ ભાવમાં રમે તો અંત કાળે કે બીજા અવસરે સમાધિ મળે, પણ અકળામણ કે દ્વેષભાવમાં જાય તો પરસ્પર વૈરભાવ વધે, સંકલ્પ વિકલ્પજન્ય અસમાધિ વધે, માટે આપણાથી પ્રતિકૂળ ચાલનાર વ્યક્તિથી ક્યારે પણ અકળાવું નહીં. આ રીતે બીજાની સાથેના વ્યવહારમાં સદ્આચાર આદિ કોઈપણ નિમિત્તે જો હૃદયમાં મૈત્યાદિ ભાવનાને બદલે અરુચિ વગેરે આવે તો જીવન અસમાધિમય બને અને મરણ પણ અસમાધિમય બને. એવી જ રીતે જે આત્મા વિશિષ્ટ ધર્મ કે આચાર સાથે સંકળાયેલા નથીતેઓ સાંસારિક રાગદ્વેષની આંધિમાં સદા અટવાયેલા રહે છે તે જ તેમની અસમાધિ છે અને તેથી અંત વખતે પણ તે અસમાધિ, રાગદ્વેષની આંધીઓ આવીને ઊભી રહે છે. માટે જીવનમાં રાગદ્વેષની માત્રા ઘટાડતા જવું અને મૈત્રી આદિ ભાવનાથી દરેક પ્રસંગે વાસિત બનતા જવું જેથી અંત વખતે અને ચાલુ જીવનમાં પણ સમાધિ-શાંતિ પ્રાપ્ત થાય. (3) જેના જીવનમાં પૌદ્ગલીક અનુકૂળતાનું લક્ષ હોય છે તે આત્મા સારું ખોટું કરતા રહે છે. સારું જોઈએ, હલકું ન ચાલે આવા ભાવના કારણે સત્વ હણાઈ જાય છે. સત્વહીન આત્મા જ્યારે પ્રતિકૂળ સામગ્રી આવે ત્યારે સહન ન કરી શકવાથી આવેશગ્રસ્ત થાય છે, આર્તધ્યાનમાં જોડાય છે. જેમ રોજ ગાળ સાંભળનારને ગાળથી ટેવાયેલ હોવાથી તરત અકળામણ નથી થતી-પણ જે માનથી સાંભળવાને ટેવાયેલ હોય તેને તરત ઉકળાટ, અકળામણ અને અવિવેક ઊભો થાય છે. આ ન થાય તે માટે સુખી અવસ્થામાં પણ આત્મા સત્વથી નિર્બળ ન બને તે માટે વૈરાગ્યભાવના, અનિત્યાદિ ભાવનાથી અપ્રતિબદ્ધતા ભાવના ઊભી કરવાની છે. જેમ જીવને જે જે સાંસારિક ભાવો, વાસનાઓ કે રાગાદિથી પ્રતિબદ્ધતા હોય તે જ અસમાધિ છે તેથી જેવી સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે તેવું યાદ આવે કે તરત જીવ સંકલ્પ વિકલ્પમાં ચડે છે માટે જેનું જીવન આઇફ જીવM૮ 43 જી જીજીવણ 3