________________ (2) શક્ય એટલા પાપો ઘટાડવા. આ વાત તેના જીવનમાં બને કે જે દરેક પ્રવૃત્તિમાં પાપ છે કે નહિ, પાપ છે તો કેટલું છે, કેટલું ઘટે તેમ છે તેની વિચારણા કરે અને શક્ય હોય તેટલું ઓછું કરે. આના પ્રતાપે જીવનમાં જે થાય પ્રવર્તે તેમાં પણ જીવ પાપ તરીકે જોતો થાય. તેથી તેમાં હરે નહિ. તેથી તે કરાતી પાપની પ્રવૃત્તિ પણ પશ્ચાત્તાપ-આલોચના-પ્રાયશ્ચિત વગેરેથી યુક્ત હોવાથી આત્માના અશુભ સંસ્કારની નાશક બને છે. જેમ પાપની પ્રવૃત્તિ ઘટાડનાર ધર્મી હોય, ધર્મ સંસ્કારવાળા હોય તેમ ધર્મની પ્રવૃત્તિમાં આળસ-ઉપેક્ષા-મંદતા-ઉતાવળઅપ્રસન્નતા વગેરેવાળા આત્મામાં ધર્મ અપ્રધાન હોય અથવા ધર્મ ન હોય એમ કહેવાય. શુભ સંસ્કાર નથી અથવા અલ્પ છે, અને એથી એના અશુભ સંસ્કાર તીવ્ર છે તેમ સૂચિત થાય. અને તેથી અશુભ સંસ્કારની તીવ્રતાવાળો ધર્મમાં ઠરી શકે નહીં. માટે આત્માને બળવાન બનાવી મનને સમજાવીને પણ ધર્મની પ્રવૃત્તિમાં બળ કેળવીને મહત્તા-આદર-શાન્તિ-ઉત્સાહથી કામ કરવું. ચંડકૌશિકના ઉઝ ક્રોધના સંસ્કાર પ્રતિબોધ પછી ક્ષમાની નિશ્ચલ પ્રવૃત્તિથી નાશ પામ્યા, મહાસમાધારી બન્યો. ચંડરૂદ્રાચાર્ય શિષ્યની ક્ષમાએ કેવળજ્ઞાન પછી પ્રતિબોધ પામી, તીવ્ર પશ્ચાત્તાપથી સંપૂર્ણ ક્રોધરહિત સમતાભંડાર કેવળી બન્યા. ચાર તપસ્વી કુરગ ઉપર તિરસ્કારવાળા અને તપના મદયુક્ત છતાં કુરગડુને કેવળજ્ઞાન થતા તિરસ્કાર અને મદને પશ્ચાત્તાપપૂર્વક છોડીને કેવળી થયા. આનાથી વિપરીત અનેક આરાધનામાં ચડેલ આત્માઓ અશુભ ક્રિયા-પ્રમાદને પરવશ પડીને ધર્મભ્રષ્ટ થયા અને દુર્ગતિમાં રખડ્યા. જ્યારે મનને મારીને પણ ધર્મક્રિયામાં પ્રવર્તનાર કાળક્રમે અંતરાયોને તોડીને ભાવધર્મને અને સદ્ગતિની પરંપરાને પામે છે. કદાચ ભાવધર્મ ન પામે તો પણ દેવગતિની પ્રાપ્તિ સાહજિક રીતે થાય છે. માટે અશુભ ક્રિયાઓના જે કોઈ અનાદિકાલીન અભ્યાસ છે તે ઘટાડવા અશુભ ક્રિયાઓ સંપૂર્ણ છોડવી જોઈએ. સંપૂર્ણ છોડવાની ન બને તો વચ્ચે વચ્ચે છોડતા રહેવું જોઇએ. આ માટે તો પર્વ તિથિઓની આરાધના સર્વજ્ઞ શાસનમાં છે. આ પર્વતિથિઓ આરાધવાથી અશુભ ક્રિયાઓના પ્રણિધાન-રુચિ-પક્ષપાતઆદર-ગૌરવ ઘટે, નાશ પામે, પશ્ચાત્તાપ ઊભા થાય અને અશુભ ક્રિયા ઘટતી આવે, કાલાંતરે સંપૂર્ણ છૂટી જાય.