________________ એજ રીતે શુભક્રિયાઓ પણ જો નિરંતર થાય તો ઉત્તમ છે, પણ જો નિરંતર ન થાય અથવા નિરંતર થાય તો પણ રોજ વિશિષ્ટ ન થાય ત્યારે વચ્ચે વચ્ચે પર્વ દિવસે તે કરવાથી અને રોજ કરનારે પર્વના દિવસે વિશેષ કરવાથી તે શુભક્રિયાના સંસ્કારો દઢ થાય, એમાં ઉપાદેયતાનું પ્રણિધાન મજબૂત થાય. આત્મામાં સારા સંસ્કારો અને સાનુબંધતા ઉત્પન્ન થાય છે, અને ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. આ રીતે શુભક્રિયા અને શુભ ગુણોનો અભ્યાસ વધારવાથી અશુભ ક્રિયા અને દોષોનો અભ્યાસ ઘટાડવાથી આત્મા આગળ વધે, ગુણોને યોગ્ય બને, પુણ્યવંત બને, પાપ પરિણામો ઘટે, પાપ પરિણામોથી રહિત બને, ક્ષયોપશમ શુભ અને સાનુબંધ થાય, ઔદયિક ભાવ પણ ક્ષયોપશમ યુક્ત થાય. તેથી ગુણોની અને સદાચારની વૃદ્ધિ દ્વારા આત્મા ઉચ્ચ ઉચ્ચ સ્થાન, સુખ, સમૃદ્ધિ, ત્યાગ, તપ, સંયમ પામતો જ્ઞાન અને દર્શનને વિશેષ નિર્મલ અને વિકસિત બનાવતો શાશ્વત સ્થાનને પામે છે. માટે આત્માએ શુભક્રિયાની પ્રવૃત્તિમાં અભ્યાસમાં આદર કરવો એ મોક્ષનો સ્થાયી અને પ્રધાનમાર્ગ છે. કરી . .: *** *** . . . . :: જી પૂછપાપ પાપ છાપુ પણ પુછપુરૂ પુ