________________ "स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते" . દષ્ટિપથમાં આવનારા પદાર્થ વિષે થતું જ્ઞાન વ્યક્તિભેદે ભિન્ન ભિન્ન હોય છે. તે વ્યક્તિના જ્ઞાન, અનુભવ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, મનની પ્રસન્નતા આદિ જેટલા વિકસિત હોય તેમ તેનું જ્ઞાન વધારે ને વધારે સચોટ બનતું જાય છે, જેમ કે બગીચા પાસેથી પસાર થનાર દરેક વ્યક્તિ ફૂલને જુએ છે, પણ દરેકનું જ્ઞાન એક સરખું હોતું નથી. કોઈકને ફક્ત ફૂલ દેખાય, કોઈકને ગુલાબ દેખાય, કોઇકને ઉત્તમ દેખાય, કોઈકને તેના વિશિષ્ટ ગુણોનું પણ જ્ઞાન થાય. એ જ રીતે સંસારના દરેક પદાર્થોના જ્ઞાન વિષે સમજવું. આધ્યાત્મિક જ્ઞાનના પણ આ રીતે વ્યક્તિભેદે ભેદ પડે છે, જેનું નિરૂપણ ષોડશક, બત્રીશી, અષ્ટક આદિ અનેક ગ્રન્થોમાં થયેલ છે. આ નિરૂપણ આપણા આત્માની અવસ્થા અને પ્રગતિ જાણવા માટે અત્યંત ઉપકારી હોવાથી આપણે તેનો વિચાર કરીએ. વિષય પ્રતિભાસ જ્ઞાન 1) સારા વિષયોની મહત્તા, 2) અશુભની જુગુપ્સા, 3) સારા વિષયોથી પોતાની મહત્તા, 4) અશુભની જુગુપ્સાથી પોતાની દીનતા, 5) સારાવિષયોના અભાવમાં દીનતા, 6) અશુભની જુગુપ્સાના અભાવમાં પ્રસન્નતા. ભવાભિનંદ તેમજ અપુનર્બન્ધકની નીચેની અવસ્થામાં પ્રણિધાનરૂપે આ જ્ઞાન ધ્રુવ-કાયમી હોય છે. આ લોકોના બધા જ વિચાર-વાણી અને વર્તનમાં વિષયો-આડંબર-મોભોપરિવાર-દેહ-ભૌતિક સુખ એ જ લક્ષ્યબિન્દુ બન્યા હોય છે, એના કારણો પ્રત્યે આદર-પ્રવર્તન હોશિયારીની ઇચ્છા હોય છે. ભાસનો અર્થ જ્ઞાન થાય, પણ અહીં ઉપલક જ્ઞાન-અસ્પષ્ટ જ્ઞાન એવો અર્થ થાય છે. પ્રતિશબ્દનો અર્થ દરેક સર્વ રીતે સર્વ પ્રકારે સર્વ પ્રયોજનમાં ગુણરૂપે જ્ઞાન થવું તે. વિષયોનું ગુણરૂપે ઉપાદેયરૂપે સર્વત્ર જે જ્ઞાન તે વિષય પ્રતિભાસ. આમાં વિષયોના નુકસાનનું-દુર્ગતિનું-દુ:ખનું જ્ઞાન નથી. માટે પણ પ્રતિભાસ કહ્યું છે. અપુનર્બન્ધક અવસ્થા ન આવે ત્યાં સુધી આ જ્ઞાન લબ્ધિરૂપે ધ્રુવ છે