________________ અને ઉપયોગરૂપે જ્યારે જે જ્ઞાન પ્રવર્તે તેમાં તે આંશિક વ્યક્તિ હોય છે. પ્રતિ’નો અર્થ વિપરીત પણ થાય છે. પ્રતિપક્ષ વિષયોનું વિપરીત જ્ઞાન. હેય હોવા છતાં ઉપાદેય માને, દુષ્મનું કારણ હોવા છતાં સુખનું કારણ લાગે. ઉપાધિના બદલે ગૌરવ-આલંબન-શોભા-આડંબરરૂપ લાગે-અનાદિકાલીન સંસ્કારો અને મોહનીયના ઉદય સહિત અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જીવની આ દશા થાય છે. અપુનર્બન્ધકથી નીચે-અનાભિગ્રહિક મિથ્યાત્વ નથી, અભિનિવેશ મિથ્યાત્વ પણ નથી, સાંશયિક પણ નથી. બે મિથ્યાત્વ છે - અનાભોગિક અને આભિગ્રહિક તેથી અસમજણ કે મનરહિત અવસ્થામાં અનાભોગિક મિથ્યાત્વ હોય છે, અને ઉપયોગ અવસ્થામાં, જ્ઞાનવાળી અવસ્થામાં સંશિમાં આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. આ આભિગ્રહિક મિથ્યાત્વ એટલે વિષયોમાં ગુણકારિતાનો આગ્રહ. આ આગ્રહથી વિષય પ્રતિભાસજ્ઞાન મિથ્યાત્વીનું જ હોય છે. આ મુખ્ય રીતે અપુનર્બન્ધક સુધી હોય, પછી ઘટતું જાય. સમકિતીને અનાભોગ અનુપયુક્ત દશામાં વૈષયિકજ્ઞાન અને પ્રવૃત્તિ હોવા છતાં વિષયપ્રતિભાસ જ્ઞાન ન કહેવાય કારણ કે ક્ષયોપશમથી આત્મપરિણતિમત્ નામનું બીજું જ્ઞાન હોય છે. અને “પ્રતિ’ શબ્દ સમકિતીને ઘટતો નથી, વિષય આભાસરૂપ જ્ઞાન હોય છે- સર્વ રીતે જ્ઞાન નથી હોતું. આ જ્ઞાનના કારણે જીવને પુણ્યાનુબંધ થતો નથી. પુણ્ય કે પાપના કાર્યોમાં ઉપયુક્ત અવસ્થામાં પરિણામની તીવ્રતા-મંદતાનુસાર પાપાનુબંધ થાય. અનુપયુક્ત અવસ્થામાં નિરનુબંધ કે આંશિક પાપાનુબંધ થાય. આના કારણે જ દ્રવ્ય સંયમ કે સાધના ઉંચી હોય તો પણ તે મોક્ષના અંગભૂત થતી નથી. વિષયોના કારણે કષાયો છે અને કષાયોના પોષક નોકષાયો છે. તેથી વિષયપ્રતિભાસ કષાયપ્રતિભાસ અને નોકષાયપ્રતિભાસ પણ લઈ લેવાના. છતાં ત્રણેમાં મુખ્ય વિષય હોવાથી તેનું નામ વિષયપ્રતિભાસ છે. સમકિતીને કષાય, નોકષાય અને વિષયો ત્રણે હોવા છતાં મોહનીયકર્મનો ક્ષયોપશમ અમુક અંશે હોવાથી તેનું જ્ઞાન વિષયપ્રતિભાસરૂપ નથી. આત્મપરિહતિમતરૂપ છે. અનાભોગ અવસ્થામાં કષાય આદિના ઉપયોગો પણ