________________ તરીકે જણાય છે. શ્રદ્ધા થાય છે, હેય તરીકેની છોડવાની રુચિ થાય છે, છતાં હેય તરીકે અનુભવ નથી થતો; જેમ પાણી તરસ છીપાવનાર છે તેવો તરસ્યા માણસને બોધ-શ્રદ્ધા-રુચિ હોય છે પરંતુ પાણી પીનારને જે સંવેદન બોધ થાય છે તે પાણી નહિ પીનારને હોતો નથી. તેમ આત્મપરિણતિમત્ જ્ઞાનવાળો વિષયોને ભુંડા જાણે છે ખરો પણ વિષયો ભુંડા અનુભવાતા નથી. તેથી કર્મના ઉદયથી આ અવસ્થામાં વિષયપ્રતિભાસ જ્ઞાન ન હોવા છતાં જીવ વિષયોમાં પ્રવર્તે છે, ખેંચાય છે. તત્ત્વ સંવેદનમાં આ ખેંચાણ નથી રહેતું. આ જ્ઞાન ક્ષયોપશમરૂપે દરેક સમકિતીને હોય છે તેથી તે વારંવાર વૈરાગ્યવંત બને છે, તેનો ઉપયોગ આત્મસ્વરૂપમાં આવે છે, તેનો અનાભોગ કે આભોગજન્ય વિષયપ્રતિભાસ દઢ અને સ્થાયી નથી કારણ મૂળમાં આત્મપરિણતપણું છે. આ જ્ઞાન આવ્યા બાદ તત્ત્વસંવેદનને યોગ્ય બનાય છે. તત્ત્વમાં તત્ત્વપણાનું જ્ઞાન થાય - પછી તે અનુભવમાં આવે તે રાજમાર્ગ છે. 4-5 ગુણસ્થાને આ જ્ઞાન મુખ્યતયા છે. ૩-૨-અને ૧લે અપુનર્બન્ધકમાં ગૌણવૃત્તિએ આ જ્ઞાન છે. એ પહેલા આ જ્ઞાન નથી. ઉપર ૬-૭મે તત્ત્વસંવેદનશાન મુખ્ય બને છે, અને જેને જેટલા જેટલા અંશમાં તત્ત્વસંવેદન ન હોય તેને તેટલા તેટલા અંશમાં આ જ્ઞાન હોય છે. છતાં છદ્દે-સાતમે આની ગૌણતા સમજાય છે. અથવા વચન અનુષ્ઠાન સુધી આત્મપરિણતિમતું જ્ઞાન અને અસંગ અનુષ્ઠાનમાં તત્ત્વસંવેદન જ્ઞાન હોવાનું જણાય છે. આભોગજન્ય રાગાદિનો અભાવ હોવાથી આઠમેથી તત્ત્વસંવેદન હોય. મોહનીય અભાવજન્ય તત્ત્વસંવેદન ૧૧મેથી અને અજ્ઞાનના નાશજન્ય તત્ત્વસંવેદન ૧૩મથી હોય. આત્મપરિણતિમ– જ્ઞાનવાળો વિષયોમાં ઠરતો નથી, તેથી તે તત્ત્વ ગવેષણયુક્ત બને છે. વ્યવહારથી વિષયો, વિષયોના સાધનો, વિષયોને અનુકૂળ પ્રવૃત્તિ વગેરેથી જેમ અપાયદર્શન કરતો પાછો ફરે છે, વિષયો ને તેનું ખેંચાણ ઘટાડતો જાય છે તેમ તેના ત્યાગમાં, તપમાં, સંતોષમાં, પ્રભુના માર્ગમાં એ ગુણ જોતો થાય છે, આનંદ પામતો થાય છે, તે તરફની રુચિ તીવ્ર બને છે. આંશિક જય જયજી જીવજી 54 વણવજી જીજીવણ