________________ પ્રવૃત્તિ અને આંશિક તત્ત્વ સંવેદક બને છે, જેમ સામાયિક કરનારને સાધુપણાનું આંશિક સંવેદન આવે છે. ઉપધાન કે છ'રી પાલીત સંઘમાં વ્યવસ્થિત આરાધના કરનારને પણ આંશિક સંવેદન આવે છે. આ સંવેદન આત્મપરિણતિ પછી આવે છે, માટે આત્મપરિણતપણું તે તત્ત્વ સંવેદનનું બીજ છે. આજ વાતથી સમકિત * વિરતિને ખેંચીને લાવે છે તે સાબિત થાય છે. જેમ ભવાભિનંદી કે અચરમાવર્તમાં રહેલા જીવની વિષયોને કેન્દ્રમાં રાખીને બધી વિચાર વાણી વર્તનની પ્રવૃત્તિ હોય છે તેને બાધક કે ભૌતિક રીતે વિશેષ નુકશાનકારી પ્રવૃત્તિ અટકી જાય, ન થાય. તેવી રીતે આત્મપરિણતિમમાં આત્માને કેન્દ્રમાં રાખીને બધી અધ્યાત્મિક કે ભૌતિક પ્રવૃત્તિઓ વાણી વિચાર પ્રવર્તે, તેથી સાંસારિક ભૌતિક વર્તનોમાં પણ અધ્યાત્મિક સાધતા ન હોવા છતાં આત્મજ્ઞાન સામેલ હોવાથી તેને વિશેષ બાધ કરનાર થતા નથી. તેથી આત્મપરિણતિવાળાને ઘણી પાપ પ્રકૃતિના બંધ અટકી જાય છે. તેને દેવ મનુષ્ય ગતિ જ ખુલ્લી રહે છે. આ બધાનું કારણ આત્માએ સિદ્ધ આત્માને કેન્દ્રમાં રાખેલ છે તેથી સંસારની પ્રવૃત્તિઓ પણ લાંબી ટકતી નથી. આત્મપરિણત જ્ઞાનવાળા જો વિષય વ્યામોહીત બને, આત્મપરિણતિ એટલે કે તત્ત્વવિચારણા છોડી દે, સમ્યકત્વના આધાર ગૌણ કરે તો આત્મપરિણતપણું જતું રહે અને વિષયપ્રતિભાસ ઊભો થાય. સાકર ચાખેલી હોવા છતાં જ્યારે તીખું ખાધું છે તે વખતે સાકરનું જ્ઞાન આત્મપરિણત છે અને સાકર ખાતી વખતે સવેદનજ્ઞાન છે. તે રીતે સંસાર ખરાબ-સુખ ખરાબ વગેરે માન્યતા વિષયપ્રતિભાસવાળાને નથી હોતી. આ માન્યતા આત્મપરિણત અર્થાત્ 4-5 ગુણસ્થાનકવાળા સમકિતીને હોવા છતાં કાયમ સંસાર ખરાબ અનુભવાતો નથી. સુખ ખરાબ અનુભવાતું નથી. તે આગળને ગુણઠાણે તત્ત્વસંવેદનમાં અનુભવાશે. “વિષયો ભંડા” આ માન્યતા પ્રતિભાસ તરફ જતા અટકાવે છે, અને તત્ત્વસંવેદન તરફ લઈ જાય છે. આ જ્ઞાનથી સાહજિક રીતે હેય, ઉપાદેયતા સમજાતી આવે છે. સાહજિક તત્ત્વચિક્રિયારુચિ-માર્ગરુચિ વગેરે પ્રગટે છે. વિષયપ્રતિભાસમાં ક્રિયા વગેરે ઉપર અરુચિ હોય છે. વિષયપ્રતિભાસ જ્ઞાનના અપુનર્બન્ધકની ઉત્તરાવસ્થામાં ઘટતા એવા અનેક