________________ ભેદો છે. અપુનર્બન્ધક અવસ્થાની પહેલા તરતમભાવે અનેક ભેદો હોવા છતાં સ્થૂલદષ્ટિએ એક ભેદ જાણવો. આત્મપરિણતિમત્ જ્ઞાનના પણ ચડ-ઉતરરૂપે ક્ષયોપશમભાવરૂપે અનેક ભેદો છે. આ આત્મપરિણતિમ, જ્ઞાન અને તેને યોગ્ય ક્ષયોપશમ તે સર્વ ગુણોનું મૂળ છે અને સર્વ દોષના સંપૂર્ણ હાસનું કારણ છે. તત્ત્વસંવેદન જ્ઞાનના પણ તરતમ માત્રાએ અનેક ભેદો છે. તેથી તત્ત્વસંવેદન વધતું જાય ત્યારે વૈરાગ્યની વૃદ્ધિ થતા વીતરાગતા આવે. . સારૂં ખાવું-પીવું, મોજમજા, આનંદમંગળ કરવા, મનફાવે તેમ વર્તવું, વિષયોની મસ્તિ, કષાય-નોકષાયની પ્રબળતા, શક્તિમાં ગર્વ, શક્તિની હાનિમાં હીનતા, આ બધી સંસારરસિક જીવોની જે પ્રવૃત્તિ તે વિષયપ્રતિભાસ જ્ઞાન, અજ્ઞાન, વિપરીત જ્ઞાનને ટકાવી રાખે છે તેને ઘટાડવા માટે : * જીવન નિર્વાહના સાધનમાં પણ વિષયોની અપ્રધાનતા, * ઉંચા સાધનનો અસંગ્રહ-અનુપયોગ, * વિષયોની ભયંકરતાના દ્રષ્ટાંતો-શાસ્ત્રવચનથી પરિણામ વિચારવા, * બાર ભાવના ભાવવી, પાપ પ્રવૃત્તિ ઘટાડવી, * વ્યવહારથી પણ આચારશુદ્ધિ પાળવી. આત્મપરિણતિમત્ જ્ઞાન પણ આ જ ઉપાયોથી વધતું આવે, નિર્મળ બને અને વિપરીત ઉપાયોથી નાશ પામે. તેથી સદ્ આચાર એ આત્મશુદ્ધિ અને જ્ઞાનનિર્મળતાનો ઉપાય છે, અને અસદ્ આચાર એ આત્માની મલિનતા અને અસત્ જ્ઞાનનો માર્ગ છે. આ જ્ઞાન ક્ષયોપશમથી થાય છે. ઉપયોગથી એ વૈરાગ્ય અને આત્મભાવનાથી યુક્ત હોય છે. ક્યારેક અભ્યાસ અવસ્થામાં આંશિક તત્ત્વ સંવેદન હોય છે. અને પૂર્વ અભ્યાસના કારણે વિષયપ્રતિભાસનો પણ આંશિક ઉપયોગ આવે. તત્ત્વસંવેદન જ્ઞાન આમાં જ્ઞાન અને આચારનો સુમેળ હોય છે. આમાં જ્ઞાન અને ભાવનાનો પણ ઘણો ગાઢ મેળ છે. તેથી જેવું જ્ઞાન તેવી પરિણતિનો અનુભવ આ જ્ઞાનમાં થાય. આની પ્રારંભિક અવસ્થામાં હેયતત્ત્વના સંવેદન અને ત્યાગ બન્ને સાથે હોય છે, આ ઉત્સર્ગ માર્ગ છે અને અપવાદિક રીતે જેટલા અંશમાં બાહ્ય હાવજી છાવણ જીપક ઝવણ વદ પણge