________________ धीरा विहरे विन कायरा આપત્તિમાં દઢ ધર્મતા = અવિચલિતપણું, ધર્મયુક્તતા એ યોગસંગ્રહ છે. અને વિશેષ કરીને પ્રધાનરૂપે યોગસંગ્રહ દઢધર્મપણામાં છે. દઢધર્મીપણું એ પ્રધાનમુખ્ય યોગસંગ્રહનું કારણ છે. અને એમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની આપત્તિમાંપ્રતિકૂળતામાં મજબૂત રીતે ધર્મને વળગી રહે તે વિશેષ અને શીઘ યોગસંગ્રહરૂપ બને છે. આપત્તિમાં ધર્મને પકડી રાખનારના ભાવ વિશેષ વૃદ્ધિ પામે છે. તે પુણ્ય અને ક્ષયોપશમથી અનેક રીતે ધર્મમાં આગળ વધે છે. આપત્તિ એટલે પ્રતિકૂળતા. તે ચાર પ્રકારની છે. (1) આયંબિલ કરવા હોય ને આયંબિલ ખાતુ ન હોય, સખત ગરમી હોય, તપ કરવો હોય પણ કોઈ સંભાળનાર ન હોય, પારણા-અત્તરપારણા બરાબર ન થાય, જે જે સામગ્રી આરાધનાની પોષક છે તે બરાબર ન મળે તે દ્રવ્ય આપત્તિ કહેવાય (2) ક્ષેત્રમાં જંગલ-અટવી, રુક્ષ ક્ષેત્ર, વિરોધી ક્ષેત્ર, અતિ ગરમીનું ક્ષેત્ર, જે કાર્ય કરવું હોય તે કાર્યને અનુકૂળ દ્રવ્યો પણ તે ક્ષેત્રમાં ન મળે તેવું ક્ષેત્ર. (3) દુર્ભિક્ષ કાળ અર્થાત્ આહાર પાણી બરાબર ન મળે તેવો કાળ અને (4) આપણો ઉત્સાહ ન જાગે, શરીર બરાબર ન હોય, બીજા બીમાર હોય, અનુકૂળ વર્તનાર ન હોય, કુટુંબનો વિરોધ હોય આ ભાવ આપત્તિ કહેવાય. આ કે આવા કોઈ પણ બાહ્ય પરિસ્થિતિજન્ય સંયોગો કે ભાવને ઘટાડનાર નિમિત્તો વગેરે આપત્તિ કહેવાય. મોડા ઉઠ્યા કે મહેમાન આવી ચડ્યા, બહાર જવાનું થયું કે બીજું કામ આવી ગયું, શરીર અસ્વસ્થ થયું વગેરે અનેક કારણે પૂજા, પ્રતિક્રમણ ચૂકે, ઉકાળેલું પાણી છોડે, તપ છોડે, એકાસણા-બેસણા-રાત્રિભોજનત્યાગ છોડે તે અદઢધર્મતા કહેવાય. આ બધા પ્રતિકૂળ સંયોગોમાં પણ આરાધનાને-ચાલુ કરેલ ધર્મને મજબૂત રીતે પકડી રાખવો જોઈએ. સહન કરીને, પરિસ્થિતિનો સામનો કરીને, સત્ત્વ ફોરવીને પણ ધર્મમાં ડામાડોળ ન થવું. તેથી ધર્મ પ્રત્યેની રુચિ-પક્ષપાત-પ્રધાનતા વધે છે અને ધર્મ આત્મસાત્ થાય છે. જીવજી જીજી ઈનિ૧૯૪જી હજી પણ