________________ દૃઢતા એટલે શરૂ કરેલ કાર્યમાં હીનતા-અલ્પતા-ઓછાશ ન કરવી, કંટાળો ન લાવવો, પ્રસન્નતા ન ગુમાવવી, પુરું કરવાની ઉતાવળ ન કરવી, આપત્તિ સમયે હવે અનુકૂળતા ક્યારે આવે તેવું ન વિચારવું. સામાન્ય પરિસ્થિતિમાં અને સામાન્ય આપત્તિમાં તપ-ત્યાગ-જાપ-ધ્યાન-ક્ષમાસહનશીલતા વગેરે પકડી રાખવાથી જીવનમાં ધર્મની મહત્તા વધે છે. નાની નાની મુશ્કેલીમાં જે ધર્મમાં મજબૂત બને તે પછી મોટી મુશ્કેલીમાં પ્રાણાતે પણ ધર્મ પકડી રાખવા સમર્થ બને. સામાન્યથી આપત્તિ વગર જે દઢધર્મી નથી તે કરે, ન કરે, ઇચ્છા થાય ત્યારે કરે, ઇચ્છા ન થાય તો ન કરે. તેને પ્રારંભિક ધર્મી-વ્યવહારધર્મી કહેવાય. આવા જીવો કદાચ રોજ ધર્મ કરતા પણ હોય છતાં પરિસ્થિતિમાં સામાન્ય ફેરફાર થતા છોડી દે-તેને છોડી દેતા વાર ન લાગે, તેથી તે-તે ધર્મની ભાવથી સિદ્ધિ ન થાય. કોઈ પણ કાર્યમાં પ્રથમ રુચિ આવે, પછી પક્ષપાત આવે, પછી પ્રધાનતા આવે, પછી દૃઢતા આવે છે. રુચિમાં સારું લાગે, કરવા જેવું લાગે, ઉપાદેય લાગે. પક્ષપાતમાં મને મળે તો સારું, મારે મેળવવું છે અને ક્યારે મળે ? આ વિચાર મનમાં ચાલે. પ્રધાનતામાં આના વિના ન જ ચાલે, ગમે તે રીતે મેળવવું છે, તે મેળવવા પ્રવૃત્ત થાય. દૃઢતામાં સહન કરવા-આરાધના કરવા તૈયાર થાય. ધર્મમાં મજબૂતાઈ એટલે આચારમાં મજબૂતાઈ. ભાવને મજબૂત કરવા માટે આચારને મજબૂત કરવો જોઈએ. મજબૂત ભાવવાળા આચાર સહજપણે પકડી રાખે છે, અને આચાર પકડી રાખનારાના ભાવ મજબૂત થાય છે. ભાવ મજબૂત નથી અને આચારની પક્કડ નથી તો ભાવ નાશ પામશે ત્યારે પામશે, પણ આચાર નાશ પામતા વાર નહીં લાગે. અને આચાર નાશ પામ્યા બાદ ભાવ શેના ઉપર રહેશે? માટે પ્રથમ ધર્મ છે-આચારસંપન્ન બનવું. આચારમાં દઢતાવાળા બનવું, એ પછી સામાન્ય પ્રતિકૂળતા આવે ત્યારે પ્રતિકૂળતાનો સામનો કરી સત્ત્વ વિકસાવી આચાર પકડી રાખવા, અને છેલ્લે વિશેષ પ્રતિકૂળતામાં પણ સત્ત્વ ફોરવવું. આ બધું વ્યક્તિગત અપેક્ષાએ સમજવું. આ જીવજી રૂછવજી૨૦ | જીવજીપરૂછવજી