________________ તપ કરતા સ્વાધ્યાયમાં વધારે નિર્જરા છે, કારણ મનની સતત ઉપયોગ પ્રવૃત્તિ છે. મનના ઉપયોગ વગર સ્વાધ્યાય, અર્થચિંતન શક્ય નથી. તપની સાથે સ્વાધ્યાય વિકસે તો તપ ઉપાદેય અને અભ્યાસ ઘટે-બંધ પડે તો તે તપને પ્રધાનતા ન અપાય, એ હેય જેવો કહેવાય. તપના ત્રણ કાર્યો છે :- (1) ઇચ્છારોધ, (2) કષાયદમન અને (3) ઈન્દ્રિયદમન. તે ત્રણે કાર્યો સ્વાધ્યાયરૂપ તપવાળાને સર્વાંશે હોય છે. બાહ્ય તપસ્વીને ઇન્દ્રિયનિગ્રહ આંશિક છે, જ્ઞાનીને સર્વાશે છે. તપ દેહનો નિગ્રહ કરે; જ્ઞાન મનનો નિગ્રહ કરે. જે મનનો નિગ્રહ કરે તે કષાયનિગ્રહ અને વિષયનિગ્રહ કરી શકે. બાહ્ય તપસ્વી દુર્ગાનમાં ચડી શકે; જ્ઞાનથી પરિણત જ્ઞાની દુર્ગાનમાં ન ચડે, મનને સમજાવે-રોકે, આથી જ્ઞાન વગરના તપસ્વીની વિશેષ કિંમત નથી હોતી. ધન્ના અણગારની સર્વશ્રેષ્ઠતા માત્ર તેમની તપસ્વિતાને આભારી નહોતી, પણ સતત ધ્યાનયુક્ત અને 11 અંગના જાણકાર-ભણેલા પણ હતા માટે હતી. તપની મર્યાદા છે, પરિમાણ છે તેથી ત્યાં અટકવું પડે છે, ત્યારે જ્ઞાનની, ભાવનાની પરિણતિની કોઈ મર્યાદા જ નથી હોતી, અપરિમિત હોય છે. તેથી તે છેક કેવળજ્ઞાન સુધી લઈ જઈ શકે છે. જીવનના બધા ક્ષેત્રોમાં, બોલવા-ચાલવા વગેરેમાં હેય-ઉપાદેયપણું જ્ઞાન બતાવે. માટે જ્ઞાન એ પ્રધાન આંખ છે. જ્ઞાનીની થોડી ક્રિયા પણ પ્રકૃષ્ટ ફળને આપે, જેમ મરુદેવીમાતાને ભાવના જ્ઞાને મોક્ષ આપ્યો. તેથી તપની સાથે સ્વાધ્યાયને પણ પ્રાધાન્ય આપી ભાવના અને પરિણતિ કેળવવી જોઈએ, જેથી શીધ્રાતિશીધ્ર સિદ્ધિગતિમાં જવાય. * જી * વલત કરે છે .-.