________________ विषयगणः कापुरुषं करोति वशवर्तिनं, न सत्पुरुषम् // પાંચ ઇન્દ્રિયના વિષયો અને તેનો સમુહ કાયર માણસને, - પોતાને આધીન કરે છે પરંતુ વિષયોનો સમુહ સટુરુષને પોતાના આધીન કરી શકતો નથી. પુરુષ એટલે સત્ત્વપ્રધાન પુરુષ વૈરાગ્ય પ્રધાન, મોહનીયના ક્ષયોપશમ યુક્ત પુરુષને પુરુષ કહેવાય. વિષય ગણ એટલે શબ્દ-પ-રસ-ગંધ અને સ્પર્શ. આ પાંચે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારે છે. અનુકૂળ વસ્તુ મેળવવી-ભોગવવી અને એનો સંગ્રહ કરવો એ જેના મનમાં રમ્યા કરે છે અને પ્રતિકૂળ વસ્તુઓથી જે દૂર ભાગે છે, કંટાળે છે, છોડી દે છે અને ન છૂટે ત્યારે ચિંતામાં, ઉગમાં ડૂબી જાય છે તે વિષયગણને પ્રધાન કરનાર પુરુષને કાયર પુરુષ કહેવાય. - પુરુષપણું એટલે પુરુષાર્થપણું. જીવ માત્ર જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે પુરુષાર્થ છે. તેમાં કર્મના ઉદયથી અનુકૂળતાઓ મળવાથી આનંદથી લેવાઈ જાય, વ્યાપ્ત બને તેનું સત્ત્વ રાજસ્ અને તામસભાવથી હણાયેલું છે તેથી તેને કાપુરુષ કહેવાય છે. તે રીતે પ્રતિકૂળતામાં પણ દીનતાથી જેનું સત્ત્વ હણાઈ જાય અને હતાશઉદ્વિગ્ન બને તો તે પણ કાયરપુરુષ કહેવાય. જો આત્મા વિશિષ્ટ સત્ત્વશાલી ન બન્યો હોય તો વિષયગણ આત્માની સદ્ભાવના અને સત્ પુરુષાર્થનો નાશ કરવા સમર્થ થઈ શકે છે. અને વિશિષ્ટ સત્ત્વ વિકસિત થયા બાદ વિષયો આત્માના સત્ત્વનો નાશ ન કરે તે બને, પરંતુ તે ભૂમિકામાં નહિ પહોંચેલ આત્માઓને વિષયગણનો સંપર્ક સપુરુષાર્થથી ભ્રષ્ટ કરે છે અને એ આત્મા વિષયવશ થાય છે. માટે જેમ જેમ જીવ વિષયોના સંપર્કમાં પ્રવર્તે છે તેમ તેમ જીવનું સત્ત્વ ઘટતું જાય છે, જીવ એને પ્રધાન તરીકે જોતો થાય છે. પોતાની પ્રધાનતા મન ઉપરથી ઘટતી જાય છે. હજાર વર્ષ નિર્મળ સંયમ પાળનાર કંડરિક દવાના કારણે પુષ્ટિદાયક અન્નપાન ખાવામાં પરવશ થઈને વિષયના ગુલામ બન્યા, અષાઢાભૂતિ લાડવા ખાવાની લાલચે વિષયવશ બન્યા, અરણિકમુનિ કષ્ટથી કંટાળ્યા અને સ્ત્રીના આમંત્રણથી કાયર બન્યા.. જી જીવણપણgg૭૧ 43 3gggggg