________________ સમતા આવે. પ્રતિકૂળતા એ મનની પીડા છે. એને સહન કરવાની પાછળ આત્મપરિણતિ વધે છે. આપણી બુદ્ધિ સ્થિર જોઇએ, સ્થિત જોઈએ. આપણી પાસે ગુણની કમાણી નથી. ગૃહસ્થ સમજે છે કે પાઈ પાઈ ભેગી કરી રૂપિયા બનાવો, રૂપિયા કરશો તો લખપતિ બનાશે. તેમ આગળ વધવું છે તો ધીમે ધીમે આગળ ચાલો. બાહ્ય આપત્તિમાં ડોલાયમાન ન થાય તે સ્થિતપ્રજ્ઞ છે. બાહ્ય અનુકૂળતામાં લેવાઈ ન જાય તે સ્થિતપ્રજ્ઞ છે. આરોગ્ય મળ્યું છે તો સાધના કરી લો; રોગ આવ્યો છે તો દીન ન બનો. આપત્તિ, સંપત્તિ બંનેમાં ડોલાયમાન ન બને તે સ્થિતપ્રજ્ઞ છે. આરાધનાને ક્ય માર્ગે લઈ જવી, કેવી રીતે વધારવી તે સ્થિતપ્રજ્ઞા વિચારી શકે. ક્યાંક સહન કરવાનું છોડવાનું પણ હોય છે. જ્યાં છીએ ત્યાંથી ઉપરની ભૂમિકાની ઇચ્છા કરો તો ગુણ વધે. આખી રાત કાઉસ્સગ્નમાં રહેનાર ધીમે ધીમે આગળ વધે છે ત્યારે સિદ્ધ કરી શકે છે. ગુરુનું કહ્યું કેમ કરવાનું? ગુરુ સ્થિતપ્રજ્ઞ છે, તે લાભ-નુકશાન જોઈ શકે છે; જાણીને-વિચારીને જવાબ આપે છે, તેથી ગુરુવચન તહત્તિ કરવાનું. જે પાંદડું ડાળે બંધાયેલું છે તે પવન આવતાં કેટલું હાલે ? અને જે છૂટું પડેલું છે, તેને પવન ક્યાં કેટલે ઉડાડે? ઘણે દૂર ઉડાડી શકે. તેથી મનને સંકલ્પવિકલ્પોમાંથી બચાવવા ગુરુના નિયંત્રણમાં બાંધો-જ્ઞાનધ્યાનમાં બાંધો. જ્યાં નિયંત્રણ છે ત્યાં મન ખોટા વિચારો કરતું નથી; નિયંત્રણ નથી ત્યાં નાના કાણામાંથી બકોરું બની જાય છે. નિયંત્રણ ઇચ્છે એટલે સમતા આવે, જેનામાં સમતા, સ્થિરતા છે તો નિયંત્રણ. ઇચ્છે છે. જે નિયંત્રણ નથી ઇચ્છતા, તેનામાં યોગનો વિકાસ થતો નથી. બીજને પાણી મળે ત્યારે ફણગા નીકળે છે, ધરતી ફોડીને બહાર આવે છે, પછી અંકુરા પ્રગટે છે. તેવી જ રીતે આપણા આત્મામાં રહેલા યોગ્યતારૂપ બીજમાંથી સમતારૂપી પાણી ફણગા, અંકુર પ્રગટાવવાનું કામ કરે છે. સમતા આવે તો આરાધનાની રુચિ જાગે. જે ધર્મમાં સ્વાદ આવે તેમાં મનની રુચિ, પ્રવૃત્તિ વધે. જે ધર્મમાં આસ્વાદ ન આવે તેમાં પ્રવૃત્તિ ઘટે છપાવાવ વાવણo gવવાવઝવણ વર્ષ