________________ છે...(૨) સારા આચારવાળા, જેને સારા આચારની ઊંચી ભૂમિકાએ જવું હોય એને બીજાની અપેક્ષા-આશા છોડવી જોઇએ. તેથી જે વ્યક્તિ કે પુદ્ગલની આશા છોડે છે તેને રતિ-અરતિ છૂટે છે, અપેક્ષા-પ્રતિબંધ-મમતા છૂટે છે. તેથી તેવા આચારવાળાને અને દ્રષ્ટિવાળાને અહીં જ મોક્ષ છે. મોક્ષની જેમ ક્યાંય રોકાણ કે પક્કડ નથી. તેથી તે સ્વાત્મરમણતા અને સાધનામાં સદા મગ્ન હોય છે. શિયાળામાં ઠંડી ન પડે, ઉનાળામાં ગરમી ન પડે તેવી ઇચ્છા જેવી ઇચ્છાઓમાં જ જીવ દુઃખથી ભાગતો અને સુખને ગોતતો-તપાસતો અથડાયા કરે છે. ટૂંકમાં જેટલી જેટલી ખાવા-પીવાની, કપડા-લત્તાની, ગરમી-ઠંડીની, માન-પાનની, એશઆરામની, સ્નેહ-મમતાની, બીજાના દ્વારા કામકાજની અપેક્ષાઓ જીવ ઘટાડતો જાય છે તેમ તેમ એ મોક્ષની નિકટ થાય છે. વૈરાગ્ય વધે તેમ સદ્દષ્ટિ વધે, સદ્દષ્ટિ વધે તેમ સૌંચાર વધવાની યોગ્યતા અને સૌંચાર વધે છે, અને તેનાથી સુખ-સંતોષ વધે છે. જેમ જેમ પરાશાપરાવલંબીપણું તેમ તેમ સંસાર દુઃખ અને ભ્રમણ; જેમ જેમ તત્ત્વદ્રષ્ટાપણું, વૈરાગ્યપણું અને સ્વાવલંબીપણું તેમ તેમ સંવેગપણું-મોક્ષ નિકટપણું છે. માટે રત્રયના પ્રાપ્તિના કારણભૂત દેવ-ગુરુ-સાધર્મિકના અવલંબન સિવાયના અવલંબનમાં આસ્થા ન બાંધવી. પરભાવોની અપેક્ષા જેમ છોડવા જેવી છે તેમ ઔદયિકભાવોની આશા પણ છોડવી. સારું શરીર, સારું રૂપ, સૌભાગ્ય, આદેય નામકર્મ, સુસ્વર, વ્યાખ્યાન શક્તિ વગેરે-આ બધા કર્મોદયકૃત ભાવો પણ જીવથી પર છે. તેની આશા રાખ્યા પછી જો મળે તો ગર્વ અને બીજાનો તિરસ્કાર આવે, અને ન મળે તો દીનતા આવે. માટે પર એટલે પુદ્ગલ અપેક્ષા છોડવી, પર એટલે બીજી વ્યક્તિ તેની અપેક્ષા ઘટાડવી, પર એટલે ઔદયિક અને કથંચિત ક્ષયોપશમ ભાવો પણ સાધનરૂપ હોવા છતાં સાધ્યરૂપ નથી તેમ સમજી મળે તો સદુપયોગ કરવો, ન મળે તો દીનતા ન કરતાં અપેક્ષા છોડવી-સમતા રાખવી. આ દ્રષ્ટિ વિકસાવનાર સદા આનંદમગ્ન બને છે, સ્વરૂપમણતાનો આનંદ ઝીલે છે અને શીઘ મોક્ષગામી બને છે.