________________ ન હતા-પોતાનું કર્તવ્ય બજાવવા રૂપે કાર્ય થયું હતું, તેથી નિમિત્ત વિશેષ દોષરૂપ ન થયું; જ્યારે શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું તેમાં સામાની ભૂલ કરતાં પોતાની આજ્ઞાની મહત્તા અને માનકષાયની વિશેષતાના કારણે જે આદેશ થયો, તેમાં પોતે જ પોતાના દુઃખ, પાપકર્મમાં કારણ થયા. શવ્યાપાલક નિમિત્ત બન્યો, સિંહ નિમિત્ત ન બન્યો. મરીચિના ભવમાં ભારતની સ્પષ્ટતાપૂર્વકની પ્રશંસા પણ ગર્વનું કારણ બની, કારણ કે આત્માએ એને પ્રધાનતા આપી, જ્યારે ચરમ ભવમાં ઇન્દ્રોની સ્તવના છતાં મહત્તા નથી લાગતી, કારણ આત્મા માનરહિત થયો છે; તો દોષકારક સ્તવના નથી, પણ માનદશા છે, અને એ માનદશા નષ્ટ થાય પછી સ્તવના દોષકારક નથી બનતી. માટે આત્મામાં જે ગુણો કે દોષો થાય છે તેમાં બીજા બાહ્ય નિમિત્ત હોવા છતાં આત્મવીર્ય બદલાય તો તે ગુણ કે દોષરૂપ થઈ શકતા નથી. અગ્નિશર્માના ત્રણ પારણા ચુકાયા બાદ ગુણસનરાજાની જાણીને ભૂલ ન હોવા છતાં કષાય પરવશ બનેલ અગ્નિશર્માએ વૈરાનુબંધનું નિયાણું કર્યું અને અણસણ કરી પોતે પોતાના આત્માને દોષિત કર્યો. જ્યારે ગુણસેને તે પછી તરત ધર્મ પામીને નજીકમાં સંયમ લેવાની તીવ્ર ભાવના અને નિર્ણય કર્યો, જેમાં અગ્નિશર્માએ દેવ થઈને મરણાન્ત ઉપસર્ગ કર્યો અને ગુણસેન મર્યા, પરંતુ આત્મવીર્ય ઉચિતરૂપે વિકસિત થયેલ હોવાથી દોષરૂપ ન થયું. આત્માના વિવેકે ગુણ કર્યો. માટે બાહ્ય સારા કે ખરાબ નિમિત્તો આત્માને ગુણદોષનું નિમિત્ત જરૂર થાય છે, પરંતુ તેમાં આત્મા જેવી રીતે ભળે તે રીતે ફળ આવે છે. દોષનું નિમિત્ત ગુણ પણ કરે છે અને ગુણનું નિમિત્ત દોષ પણ કરે છે. આત્માની વિપરીત બુદ્ધિ તે ગુણના નિમિત્તને દોષરૂપ કરે છે, જેમકે વરદત્ત આચાર્ય પાસે સુવાના સમયે કોઈ સાધુ શંકાનું સમાધાન પૂછવા આવ્યા તો તેમની જ્ઞાનની ધગશની અનુમોદના થવી જોઈએ, તેના બદલે ઉંઘમાં અંતરાયની બુદ્ધિ થવાથી તે દોષ અને અંતરાયનું નિમિત્ત થયું. માટે બાહ્ય નિમિત્ત ગુણદોષમાં નિમિત્ત માત્ર છે. ક્યારેક ગુણના સ્થાને દોષ થાય, ક્યારેક દોષના સ્થાને ગુણ થાય, ક્યારેક ગુણ કે દોષ એકે ન થાય કે મંદ થાય - આ બધુ અનિશ્ચિત છે, પરંતુ મુખ્યતયા આત્મા પોતે જ્ઞાન, વિવેક, સંયમ, સમતા, ઔચિત્ય વગેરે દ્વારા ગુણનું કારણ થાય છે, અને એથી વિપરીત અજ્ઞાન અવિવેક વગેરેથી દોષનું કારણ બનતો હોવાથી આત્મા ગુણદોષનું કારણ છે, એમ કહી શકાય. છા પછી જીવણજીક૭ | gggggggggS