________________ ही जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया // મરણ એક એવી અવસ્થા છે કે જ્યાં જીવનું કશું ચાલતું નથી, અત્રેની બધી જ પરિસ્થિતિ છોડીને યાવત્ દેહને પણ છોડીને જવાનું હોય છે. જીવ ગર્ભમાં આવે ત્યારથી આ મરણ ક્યારેય પણ, ક્યાંય પણ ગમે તે રીતે આવે તેનું કશું નક્કી જાણી શકાતું નથી. પણ બધા સંસારી અવશ્ય મોત આવશે તે જાણી શકે છે, બધા જ જાણે છે. મરણના કારણે બધાની બધી જ અવસ્થા સંસારમાં નાશવંત બને છે. અનુત્તર સુધીના દેવોના સુખો પણ ત્યાંથી ચ્યવવાથી નાશ પામે છે અને જીવ પાછો ગર્ભાવાસના દુઃખમાં પડે છે. શ્રી તીર્થંકર પરમાત્મા પણ અંતે નિર્વાણ પામતાં, પોતે શાશ્વત સ્થાન પામવા છતાં, સવશે સુખી થવા છતાં અત્રેની અતિશય વગેરેની ઋદ્ધિઓ નાશ પામે છે, એઓ પણ મનુષ્યલોકમાં તીર્થંકરદેવ તરીકે કાયમી રહી શકતા નથી. ઈન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો, પ્રતિવાસુદેવો, રાજા-મહારાજાઓ વગેરે કોઈ પણ કાયમી નથી. મહાશક્તિઓ, ક્ષાયોપથમિક લબ્ધિઓ, પુણ્યના ઉદયો, સારા સંયોગો, સુખી અવસ્થા, સુખની સામગ્રી વગેરે જે જે ભાવો સંસારી જીવોમાં દેખાય છે તે બધાને શૂન્યમાં ફેરવનાર, નાશ કરનાર, પોતે નાશ ન પામવા છતાં ત્યાંથી માલિક સુધીના બધાને દેશનિકાલની સજા કરનાર મૃત્યુ છે - આ મૃત્યુ બધાને માથે હોવા છતાં ભૌતિક અનુકૂળતામાં, સુખમાં મગ્ન બનેલ, આસક્ત બનેલ, અથવા તેની અભિલાષાયુક્ત થયેલ જીવ મરણને જોતો નથી. કુતરો રોટલાને જુવે પણ લાકડીને ન જુવે તેવી બધા જીવની સ્થિતિ છે. મરણ દેખાય કે ન દેખાય તો પણ કોઈની કોઈ પણ સ્થિતિ કાયમી નથી, તે સુખની હોય કે દુઃખની હોય. છતાં દુઃખથી જીવ અકળાય છે, જીંદગીભર આવતા સાધ્ય કે અસાધ્ય દુઃખો પણ મરણ બાદ છુટે છે. માટે મરણને જોવાથી જીવ સમતાથી દુઃખો સહન કરી શકે છે, આર્તધ્યાન છોડી શકે છે. સમતાથી સહન કરનારને ભવાંતરમાં દુઃખો આવતા નથી, કારણ કે સમતાથી સહન કરનારને છાણજી પણ કઈ | | કણઝણજી પણ પણ