________________ એથી પરમાત્મા સર્વ પૌદ્ગલિક ભાવોથી રહિત છે. સર્વ પૌદ્ગલિક ભાવો એમના વિરોધી છે. માટે જે વ્યક્તિ પૌલિક ભાવોથી રહિત થવા માટે ઉપાસના કરે તે વિધિ ઉપાસના છે. ક્યારેક અલ્પ સામર્થ્યમાં પૌદ્ગલિક ભાવોનું આલંબન લેવાનું પણ હોય છતાં મૂળમાં એને છોડવાની દ્રષ્ટિ અને તમન્ના આવે ત્યારે પ્રધાન ઉપાસના બને છે.. પ) શામાં આપવું? - પરમાત્માના પરમાત્મ ભાવમાં કે પરમ સામર્થ્યમય આત્મસ્વરૂપમાં આત્માના બહુમાન આદર ભાવોનું સ્થાપવું-આપવું. પરમાત્માના બે ભાવો હોય છે આધ્યાત્મિક સામર્થ્યવાળા (આત્મસ્વરૂપ) ભૌતિક શક્તિરૂપ (બાહ્યશક્તિરૂપ) આમાં બાહ્યસ્વરૂપ એ આત્મસ્વરૂપને ન ઓળખી શકનાર માટે ધર્મની ભૂમિકા સર્જવામાં નિમિત્તભૂત છે અને ધર્મને ઓળખનાર જીવોને ધર્મની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિમાં નિમિત્ત છે. પરમાત્માનું આંતરસ્વરૂપ આંતરિક=આત્મિક શુદ્ધિના પ્રકર્ષમાં પરમ આલંબનસહાયક અને રક્ષક છે, એટલે યોગીઓ પરમાત્માના આત્મિક સ્વરૂપનું ધ્યાન કરે છે, સામર્થ્યની સ્તવના કરે છે. બાળજીવો પરમાત્માના બાહ્ય સ્વરૂપની સ્તવનાઆલંબન-ધ્યાન કરે છે. આ સર્વ સમર્પણ પરમાત્માને હોય છે. જે જે જીવને જે જે વસ્તુ વિશેષરૂપે ગમતી હોય, જે જે ચીજો મેળવવા જેવી, વાપરવા જેવી, રાખવા જેવી, આપવા જેવી લાગતી હોય તે તે ચીજોની તે તે પ્રવૃત્તિમાં અને એ રીતે તે તે ગુણોની તે તે વૃત્તિઓમાં હૃદયને આકર્ષણઆનંદ-ઉત્સાહ અને બહુમાન હોય છે. સામાન્યથી નાના છોકરાને મિત્રો જોડે રમવામાં, મોટા છોકરાઓને ફરવામાં, યુવાનોને ઠઠ્ઠા મશ્કરીમાં અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં, વેપારીઓને ધંધામાં, પ્રૌઢને માનપાનમાં, નિવૃત્તને પારકી પંચાતમાં રસ હોય છે, એટલે એ વાતમાં પોતાનું ખાવાપીવા વગેરેનું કાર્ય અને બીજા કાર્યોને એ ગૌણ-તુચ્છ સમજીને જતા કરે છે, અને તે જ કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે. એવી રીતે આત્માને પરમાત્માના ગુણોમાં જ રસ હોય તો એ ગુણોને જાણવા, એ ગુણોને વિચારવા, એ ગુણોની સ્તવના કરવી, એ નિમિત્તે એમની સેવા કરવી, એ ગુણોનો અભ્યાસ કરવો, એ ગુણોમાં બીજાને સહાય કરવી, એ ગુણોથી વિરુદ્ધ દોષોમાંથી બચવું, એ દોષોની