________________ જેનાથી મન સદા સ્વસ્થ અને પ્રસન્ન રહેતા રહેતા સ્વાભાવિક શાંત બ.. માટે પ્રારંભમાં અભિયોગ (જબરજસ્તી) દ્વારા, પછી સમજાવટ દ્વારા, પછી ઉલ્લાસ દ્વારા ઉપશમનો ગુણ કેળવતા જઈએ તો છેલ્લે તે સ્વભાવગત થાય છે. માટે કોઇપણ સન્માર્ગકારક-પ્રેરક સંસ્થાના નેતા કે સંચાલકો અભિયોજક (કડક-દબાણપૂર્વક પણ શિસ્તપાલન કરાવનાર) હોવા જોઇએ અને સમજાવટપૂર્વક કામ લેનારા પણ હોવા જોઇએ. જે સમજાવટ ન કરી શકે તે લોકપ્રિય) નેતા ન બની શકે. જે જાણકાર હોય અને સમજાવટ કરી શકે તેવા નેતા બની શકે, જો સાથે સાથે અભિયોગ કરનાર હોય. કેવળજ્ઞાની ભગવંતો જાણકાર છે, સમજાવનાર છે, પણ અભિયોગ કરનાર નથી, માટે તેઓ નેતા નથી બનતા. માટે નેતા એટલે બધાને બધા કાર્યમાં સંયોગ, યોગ્યતાનુસાર અભિયોગ કરીને પણ જોડનાર હોય. તેઓનું પણ અપૂર્વ પુણ્ય હોય છે. આવી જ રીતે આત્મા આત્માને પ્રથમ શમ વગેરેમાં પરાણે, બલાત્કારે જોડે, પછી શાસ્ત્રો દ્વારા, ભાવના દ્વારા સમજાવે. ટુંકમાં દરેક ધર્મ, ગુણ કે શુભકાર્ય સ્વમાં કે પરમાં પ્રથમ અભિયોજન-દબાણદ્વારા, પછી શાસ્ત્રજ્ઞાન દ્વારા, પછી ભાવના દ્વારા ઉત્પન્ન થાય છે. વિવેકને ઉત્પન્ન કરનાર આ અભિયોગ અને શાસ્ત્રઅધ્યયનપૂર્વકની ભાવના છે. અભિયોગ વગરનો એટલે કે નિરંકુશ એવો શાસ્ત્ર બનેલો ભાવનાહીન અને વિવેકહીન હોય છે. અભિયોગને સ્વીકારનાર એટલે અંકુશમાં રહેનાર શાસ્ત્ર ન પણ ભણેલ હોય તો પણ કથંચિત્ ભાવનાયુક્ત બનેલો હોવાથી વિવેકસંપન્ન બને છે. માટે સમજણ હોવા છતાં પણ જ્ઞાનને પ્રવૃત્તિમાં ન આવવા દેનાર અસત્ પ્રવૃત્તિ અને અસત્ રુચિમાં ખેંચી જનાર અનભિયોગ-નિરંકુશ વૃત્તિ, સુખશીલતા, સ્વેચ્છાચારીપણું છે. તે અભિયોગને સ્વીકારતું નથી. તેથી શમ અને વિવેક પૂર્વના ઉત્પન્ન થયેલ પરિણામ પણ નાશ પામે છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે પરતંત્રતા વગરની સારી પણ વૃત્તિ પરિણામે હાનિકારક છે. વિવેક અને શમનું મૂળ પરતંત્રતા-અભિયોગ-નિયમનો-શાસન-નિયંત્રણા-વ્યવહારબદ્ધતા છે, માટે પ્રભુ શાસન સ્થાપે છે, વ્યવહારબદ્ધ કરે છે. સામાચારીઓ ગણદેવો પ્રવર્તાવે છે. તે પાળનાર શાસનને આગળ ચલાવે છે. માટે નિયંત્રણા અપનાવવી તે શમ અને વિવેકનો ઉપાય છે. છgg gg gવીકa gg ggggS