________________ अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होइ / નકશાન અને લાભમાં, ગુણ અને દોષમાં, બીજી વ્યક્તિ નિમિત્ત માત્ર હોય છે. જીવની કર્મપરવશતાના કારણે સુખ, દુ:ખ, અનુકૂળતા, પ્રતિકૂળતા સર્જાય છે. આ કર્મના ઉદયો પણ સુખ-દુઃખના, માત્ર વ્યવહારિક કારણો છે. પરંતુ એનાથી પણ આગળ દ્રષ્ટિ કરીએ તો એ કર્મોને ઉપાર્જન કરનાર જીવની પોતાની પ્રવૃત્તિ અને અધ્યવસાય એ મુખ્ય કારણ છે. કર્મના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તો કારણ બને છે અને તે જ રીતે કર્મના ક્ષયોપશમમાં પણ તેઓ કારણ બને છે. માણસ દારૂ પીએ તો જ્ઞાનશક્તિ આવરાય છે, તેથી જ્ઞાનશક્તિ આવરવામાં દારૂ નિમિત્ત છે. એ જ રીતે બ્રાહ્મી એ જ્ઞાનશક્તિ વધારવામાં નિમિત્ત છે. જગતમાં બે પ્રકારના દ્રવ્ય છે - ભાવુક અને અભાવુક, અભાવુક દ્રવ્યને બીજા દ્રવ્યો કોઈ અસર કરતા નથી. જેવી રીતે વજરત કોઈનાથી વાસિત થતું નથી - વાસિત થવાની દ્રષ્ટિએ એ અભાવુક છે, તેમ કેવળજ્ઞાની એ અભાવુક છે, તેમને રાગદ્વેષના નિમિત્તો કોઈ અસર કરતા નથી. નિમિત્ત ભાવુક દ્રવ્યને અસર કરે છે. જીવમાં પ્રકૃષ્ટપણાને પામેલા સ્વાભાવિક ગુણો અભાવુક છે. તેમાં કોઈ વધઘટ કે વિકૃતિ થતી નથી. પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ પ્રગટ થયા નથી તેવી ઔદયિક અને ક્ષાયોપથમિક ભાવની અવસ્થાઓ કેટલીક ભાવુક છે અને કેટલીક અભાવુક છે. જીવ અચરમાવર્તમાં ધર્મ માટે અભાવુક છે કેમકે ત્યાં કાળ પરિપાક થયો નથી, સહજમળનો હ્રાસ નથી, અમુક રીતે કર્મની મંદતાની કે ક્ષયોપશમની યોગ્યતા નથી. તેથી ધર્મી આત્માઓની વચ્ચે રહેવા છતાં મોહનીયની મંદતા કે લયોપશમ થતા નથી, ગુણો પ્રગટ થતા નથી. એવી જ રીતે ધર્મ અને પુણ્યની સાનુબંધ અવસ્થામાં, અપ્રતિપાતી અવસ્થામાં જીવ આવે ત્યારે પાપ માટે, અધર્મ માટે, મિથ્યાત્વ માટે, અભાવુક બને છે. તેથી પાપી જીવો વચ્ચે પણ તે પોતાનો ધર્મ ટકાવી રાખે છે. અને એ પાપી જીવોના સહવાસની અસર થતી નથી. જીવણgg gg ggggggg33