________________ // उवसमसारं खु सामण्णं // ) - જીમ દ્વાદશાંગીના બીજભૂત ત્રિપદી છે તે જ રીતે અધ્યાત્મમાર્ગના બીજભૂત એક ત્રિપદી છે - “ઉપશમ” “વિવેક' “સંવર'. વેરની આગમાં સળગતા ચિલાતીપુત્રે હાથમાં રક્તટપકતી તલવારનો ભય બતાવી ચારણમુનિને ધર્મતત્વનું રહસ્ય પૂછયું - તેના જવાબમાં ઉપરોક્ત ત્રિપદી બતાવી, જેના પરના ચિંતને એક હત્યારાને નિકટ ભવમુક્તિગામી બનાવ્યો. આવી અદ્ભૂત ત્રિપદીને આપણા જીવનમાં આત્મસાત્ કરીએ તો પણ અધ્યાત્મમાર્ગમાં આપણી પ્રગતિ દિનપ્રતિદિન સરળ બની રહે. ઉપશમપણે ઓળખવા માટે આવેશ અને સ્વરૂપ બે ઓળખવા પડે છે. “આવેશ” એટલે પરભાવને ધારણ કરવો, “સ્વભાવની પરભાવ દ્વારા થતી વિકૃતિ. આવેશને શાન્ત કરે અથવા આવેશની યોગ્યતા હોવા છતાં આવેશ ન આવવા દે તે ઉપશમ' કહેવાય. જીવ પુદ્ગલમાં પોતાનો ચેતનભાવ આપી શકતો નથી અને પુગલ પોતાનામાં ચેતનભાવને સ્વીકારતુ નથી. માટે પુગલ પોતાના સ્વભાવથી વિકૃત થતું નથી-સદા સ્વભાવરૂપ રહે છે. માટે એમાં ઉપશમભાવ પણ નથી આવતો. આવેશ આંશિક હોય અને આંશિક ન હોય તે ક્ષયોપશમ કહેવાય અથવા આંશિક ક્ષય-આંશિક ઉપશમ અથવા કંઈક સ્વભાવ અને કંઈક પરભાવ તે “ક્ષયોપશમ' કહેવાય. જેમાંથી પરભાવ સંપૂર્ણ પણે જતો રહે તેવા સ્વભાવને ક્ષાયિકભાવ કહેવાય, પરંતુ જે સ્વભાવ પરભાવથી વિકૃત થતો નથી તે સ્વભાવને પારિણામિક ભાવ કહેવાય છે. માટે પુદ્ગલમાં પારિણામિક ભાવ છે અને જીવમાં ક્ષાયિકભાવ છે, તે વાસ્તવમાં પારિણામિક ભાવ છે. જીવને જે કર્મોનો ઉદય રસરૂપે થાય છે તે જીવને વિકૃત કરે છે. તે પરભાવ જીવમાં પ્રતિબિંબિત થાય છે, તેથી તેને ઔદયિકભાવ કહેવાય છે. આ જીવનું વિકૃત સ્વરૂપ છે. જીવનું મૂળ સ્વરૂપ વીતરાગતા સહિત અધિકૃત ચૈતન્ય છે. માટે રાગદ્વેષની વિકૃતતાયુક્ત ચૈતન્યપણું અને રાગદ્વેષરૂપે જે કર્મના ઉદયયુક્ત જીવની અવસ્થા તે મુખ્ય આવેશ છે. એટલે મોહનીયનો ઉદય તે આવેશ છ ggggg પદ છ ઇgggggS