________________ આ તત્ત્વસંવેદન ચોથે ગુણસ્થાનકે આંશિક હોય છે, પણ આત્મપરિણતિ સાથે શાસ્ત્રબોધ, ભાવના અને આચારનો સહયોગ ભળે તેમ તે તત્ત્વસંવેદન વધતું જાય. નિર્મળ પાણી અસ્થિર હોય તો પણ પ્રતિબિંબ ન પડે. મેલું પાણી સ્થિર હોય તો થોડું પ્રતિબિંબ પડે, બરાબર નિર્મળ ન પડે. ૬-૭મે ગુણસ્થાનકે પરિણતિ વધતા વધતા સંવેદન ઉભું થાય છે, લપક શ્રેણી વગર આ તત્ત્વસંવેદન જ્ઞાન આત્મપરિણતિમત્ જોડે વારાફરતું આવ જાવ કરે છે. ક્ષપક શ્રેણીથી તે સ્થિર બને છે. એક અપેક્ષાએ વિચાર કરીએ તો જેમ કેવળીને જ્ઞાનમાં સંવેદન નથી, સમભાવ છે. નારકના દુઃખનું વેદન નથી કરતા, દેવલોકના સુખનું વેદન નથી તેમ લપક શ્રેણીમાં પણ આવું વેદન નથી તેથી તત્ત્વસંવેદન એટલે તાત્વિક-વાસ્તવિક-મૂળભૂત બોધ. જે અભ્રામક, સંશયાતીત, વિપર્યાયરહિત હોય છે. આત્મ-પરિણતિમાં બોધ શાસ્ત્રાનુસારી હોય છે અને અનુભૂતિ આંશિકરૂપે હોય છે, આંશિક વિપરીત હોય છે. તત્ત્વસંવેદનમાં આ અનુભૂતિ વાસ્તવિકરૂપ હોય છે.