________________ 6. એ મસુરવિરિયાળ ગામો, છે * O A સુહા વિરિયાતું નો ય માગો છે છે નવપદના દરેક પદમાં નવપદ વણાયેલા છે. છતાં બાળજીવોને એક-એક પદની મહત્તા સમજાવવા માટે એક-એક પદની આરાધના કહી છે. ગણિત આમ એક; પણ ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા જુદાજુદા બતાવ્યા. ભાગાકાર બતાવે ત્યારે ગુણાકાર ન બતાવે, ને બાદબાકીની વાત ચાલતી હોય ત્યારે ભાગાકારની વાત ન હોય. તેમ આપણા હૃદયમાં મહત્તા વધે માટે દરેક પદની વાત જુદી જુદી બતાવી છે. પરંતુ, તત્ત્વદ્રષ્ટિએ નવપદના પ્રત્યેક પદમાં નવપદની આરાધના છે. સામાયિક કરીએ, નવકાર ગણીએ તો પણ નવપદની આરાધના છે. વિવક્ષા તરીકે જુદી કહી છે. અર્થાત્ અમુકને જ્ઞાનની, અમુકને દર્શનની, અમુકને ચારિત્રની આરાધના કહેવાય, તેમ વિભાગ પાડ્યા છે. ચારિત્ર પદની આરાધના એટલે કઈ આરાધના ? આશ્રવની કે સંવરની પ્રવૃત્તિ? સંવરની પ્રવૃત્તિ. ચય = એકઠાં કરેલાં કર્મોને ખાલી કરે તે ચારિત્ર... બાહ્ય પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થઈને અંતરના પાપ પરિણામોને નિવૃત્ત કરવા તે ચારિત્ર. પ્રથમ બહારથી નિવૃત્ત થવું. બહારથી નિવૃત્ત થાય નહિ તો અંદરના પરિણામો નિવૃત્ત થાય નહિ અને ત્યાં સુધી ચારિત્ર આવે નહિ. બહારથી નિવૃત્ત થયા પછી અંદરથી અરુચિ રાખે તો અંદરની નિવૃત્તિ કહેવાય. મનમાં પાપપ્રવૃત્તિનું ખેંચાણ હોય તો ચારિત્ર દૂર છે. મનમાં ધર્મપ્રવૃત્તિનું ખેંચાણ છે, સંવરની પ્રવૃત્તિ છે તો ચારિત્ર નજીક છે. ભગવાનની પૂજા ચારિત્રની નજીક કે દૂર? ભગવાનની ભક્તિ, ગુણગાન, તે બધાં કાર્યનું ફળ સંવરની પ્રાપ્તિ, આશ્રવની નિવૃત્તિ છે, માટે તે ચારિત્રની નજીક લઈ જાય છે. ટી.વી.ની, સમાચાર પત્રોની, રેડિયોની પ્રવૃત્તિ ચારિત્રથી દૂર ખસેડનાર છે.