________________ આ રીતે જે વિચારોને જીવ હેય સમજે, ગૌણ ગણે, પ્રધાનતા ન આપે તે ઘટતા આવે. કર્મના ઉદયોને રોકવા ભાવનાઓ, જાગૃતિ, અનાયતન ત્યાગ, આયતન સેવન, સમ્યજ્ઞાન અને વિચારોની જાંચ-તપાસ વગેરે ઉપાયો કરવા જોઇએ. તેનાથી કર્મના ઉદયો રોકાય-વિચારો રોકાય. જેમ કે માણસ જ્યારે ગુસ્સાના આવેશમાં હોય અને એને ભૂલ સમજાય તો ગુસ્સો તરત જતો રહે છે. મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને ક્રોધના નુકશાન બતાવ્યા તો ગુસ્સો ગયો. ચંડકૌશિકસર્પને જાતિસ્મરણથી કષાયનું નુકશાન દેખાયું કે તરત ગુસ્સો ગયો. (2) વિપરીત જ્ઞાનથી અશુભ વિચારો સતત પ્રવર્તે છે. તેની સામે સમ્યગજ્ઞાન, નિરર્થક વિચારોના નુકશાન, સમતા-સમાધિ-શાંતિના-સ્વસ્થતાના લાભ, સંસારનું સ્વરૂપ, જીવોની ભવિક્તવ્યતા અને કર્મપરાધીન અવસ્થાના ચિંતનથી જીવ અશુભ વિચારોથી મુક્ત બને છે. વિચારોના વાવાઝોડામાં તણાતો નથી. માટે પરિસ્થિતિ, વ્યક્તિ કે પ્રસંગને સમ્યગજ્ઞાનથી જોતા શીખવું. શાસ્ત્રઅધ્યયન અને પુનઃ પુનઃ પરાવર્તનથી આ જ્ઞાન થાય અને પાપ વિચારો, અશુભ વિચારો, નકામા વિચારો નિવૃત્ત થાય છે. (3)- નરસા નિમિત્તોથી જીવને અનાદિકાલીન સંસ્કારના કારણે આહારાદિ સંજ્ઞા, ક્રોધાદિ કષાય, ઈન્દ્રિય વિષયક રાગદ્વેષ અને તેનું ખેંચાણ થાય છે. શુભ સંયોગોમાં આ વિચારો સ્વયં શાન્ત થાય છે. માટે જ્યાં રાગદ્વેષકષાયજય, વિષયત્યાગ, ઇન્દ્રિયજય વગેરે સંયોગ હોય, ત્યાં વસવાથી સહજ રીતે પાપવિચારો અટકે. ધર્મી આત્માના સંપર્કમાં ધર્મના વિચારો આવે. પાપી આત્માના સંપર્કમાં પાપવિચારો આવે. એવું જોવા મળે, જેવું સાંભળવા મળે, વાંચવા મળે તેમ જીવ એવો થતો જાય માટે અતિવિશિષ્ટ ધર્મી થયા વગરનાએ સદા સારા સંયોગોમાં જ રહેવું. (4) પાપની વિચારણાથી પણ પાપ વધે. નવરા બેસવાથી, જેમ તેમ વિચારવાથી, જે તે જોવાથી વાંચવાથી પાપ ભાવનાઓ ઉત્પન્ન થાય છે. જેમ આહાર જોવાથી, તેની વિચારણાથી ખાવાની ઇચ્છા અને વિચારણા થાય છે. જેમ ભયની વાતો સાંભળવાથી-જોવાથી ભય જાગે છે. જેવી જેવી વિચારણા કરીએ તેવું મન ઘડાય છે. માટે મનને શુભકાર્યમાં સત્વશાળી બનાવવા શુભ ભાવના વાંચન વગેરે કરવા. જીવણ જીવર જીજીવણ જીવણgs