________________ मनोरोधे निरुध्यन्ते काण्यपि समन्ततः જાવના સંસાર કે મોક્ષ, સદ્ગતિ નિશ્ચિત કરવામાં કાયાની પ્રવૃત્તિ કરતાં * મનની વિચારણા વધારે બાગ ભજવે છે. પ્રવૃત્તિમાં રસ, જોમ, શક્તિ રેડવાનું કામ મનના વિચારો કરતા હોય છે તેથી જ જીવનું લક્ષ્ય એ વિચારોને પવિત્ર કરવાનું હોવું જોઈએ. વિચારો અંગેનું જીવનું લક્ષ્ય એ વિચારોને પવિત્ર કરવાનું હોવું જોઇએ. વિચારો અંગેનું આગવું માનસશાસ્ત્ર શાસ્ત્રોમાં સમાયેલું જ છે. વિચારોના ઉત્પત્તિસ્થાન, અને શુદ્ધિકરણના ઉપાયો બધું સર્વજ્ઞ ભગવંતે સચોટ રીતે બતાવ્યું છે. વિચારો ઘટાડવાના, શુદ્ધ કરવાના, અંકુશમાં રાખવાના ઉપાયો. વિચારો આવે છે. (1) કર્મના ઉદયથી (2) વિપરીત જ્ઞાનથી (3) નરસા સંયોગથી (4) પાપ ભાવનાઓથી અને (5) પાપીઓની પ્રેરણાથી. આ બધી રીતે જે વિચારો આવે છે તેમાં જીવ જ્યારે પરાધીન હોય છે ત્યારે વિચારોને ઘટાડી શકતો નથી અને પાપ બાંધીને, દુર્ગતિના કર્મ બાંધીને દુર્ગતિમાં પહોંચી જાય છે. સંસારી જીવોને આ પાંચના કારણે લગભગ વિચારો આવતા હોય છે. હલકું વાંચન, ટી.વી. વીડીઓ વગેરે પાંચમાં પ્રકારમાં આવે. ગતાનુગતિક વૃત્તિ, આંધળું અનુકરણ વગેરે ત્રીજામાં આવે. આ પાંચને જે અટકાવે, સુધારે અને એના વિરોધિ પાંચનો આશ્રય કરે તેના વિચારો ઘટે, સુધરે, અંકુશમાં રહે. ઉક્ત પાંચ પ્રકારના વિચારના ઉત્પત્તિસ્થાનોને ફેરવવાના ઉપાયો : (1) વિચારો કર્મોના ઉદયથી આવે છે. માટે એ વિચારો આવે ત્યાં શાસ્ત્રજ્ઞાન તેમજ ભાવનાના આલંબનથી તે તપાસવું કે આવતા વિચારો ઔદયિક ભાવના છે કે ક્ષયોપશમ ભાવના; આત્માને હિતકારી છે કે નુકશાનકારી; આરાધનામાં સહાયક છે કે બાધક. જો ઔદયિક ભાવના હોય, આત્માને નુકશાનકારી હોય, સાધનામાં બાધક હોય તો તેની પ્રધાનતા ન આંકવી, એને છોડી દેવા, ગૌણ કરવા. ઝવણ પણ કારણ હજી 11 જણા જીવદયા પણ